10 દિવસ માં ફાયર સેફટી ફીટ કરાવવા માટે ભાજપ શહેર પ્રમુખે ખાત્રી આપી
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં હાલમાં આવેલી હોસ્પિટલો તેમજ શાળાઓમાં ફાયર સેફ્ટી અને બાંધકામ પરમીશન ની ચેકીંગ કામગીરી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હાલની પરિસ્થિતિ મુજબ આગ લાગવાના બનાવવાની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે શાળા-કોલેજો હોસ્પિટલમાં આગ લાગવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલી ગાયનેક હોસ્પિટલ શ્રદ્ધા મેન્ટિનરી હોસ્પિટલની ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ બિલ્ડિંગ સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું તે છતાં પણ ચીફ ઓફિસર દ્વારા આ બિલ્ડિંગની કોઈપણ જાતની ફાયર ક્ષજ્ઞભ તેમ જ બાંધકામ પરમીશન ન હોવાના પગલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્યારે આ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા રીતુબેન ગુપ્તાને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાલી કરાવવામાં આવી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેને લઇને તાત્કાલિકપણે સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પોતાની બિલ્ડીંગ પહોંચ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે ગેર વર્તન કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ધારાસભ્ય ધનજીભાઇ પટેલ ને પણ ફોન કરવામાં આવ્યો હતો.પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ મામલે કોઇપણ જાતનુ નમતું જોખવામાં આ આવ્યું હતું હાઈકોર્ટનો આદેશ હોવાના કારણે ચીફ ઓફિસર દ્વારા સીલ કરવામાં આવ્યું હોવાનું ધારાસભ્ય ધનજીભાઇ પટેલ ને જણાવવામાં આવ્યું હતું તે સમયે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી સુધી આ મામલે ની રજૂઆત કરવા ધમકી આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે પરંતુ નગરપાલિકાના બાહોશ ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા દ્વારા શહેર ભાજપ પ્રમુખ નું બિલ્ડીંગ સીલ કરી નાખવામાં આવ્યું છે.