વિસ્તારકો પોતને ફાળવાયેલ શક્તિકેન્દ્રનો પ્રવાસ કરી બુથ અને પેજ સમિતિ સુધી સંગઠનાત્મક ઢાંચો સુવ્યવસ્થિત થાય તે દિશામાં કામગીરી કરશે
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપની યોજનાનુસાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ તા. 11 થી 13 જૂન દરમ્યાન રાજયભરમાં અલ્પકાલીન વિસ્તારક યોજનાનો પ્રારંભ થઈ રહયો હોય અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત શક્તિકેન્દ્ર દીઠ પાર્ટીના વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ 3 દિવસ માટે વિસ્તારક તરીકે જશે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, અલ્પકાલિન યોજનાના રાજકોટ મહાનગરના સંયોજક નરેન્દ્રસિહ ઠાકુર, સહ સંયોજક દીવ્યરાજસિહ ગોહિલ, સોનલબેન ચોવટીયાના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ધ્વારા આજ તા.11 જૂન થી 13 જુન દરમ્યાન ત્રણ દિવસીય વિસ્તારક યોજનાનો પ્રારભં કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહીતના અગ્રણીઓએ વિસ્તારક તરીકે વોર્ડ નં. 6 માં બુથ નં.148માં પ્રવાસથી પ્રારંભ કરેલ હતો. આ તકે વોર્ડના પ્રભારી, પ્રમુખ, વોર્ડ મહામંત્રી તેમજ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહયા હતા.
ત્યારે વધુમાં આ અંગે માહિતી આપતા કમલેશ મિરાણીએ જણાવેલ કે વિસ્તારક યોજના દરમ્યાન વિસ્તારો પોતને ફાળવાયેલ શક્તિકેન્દ્રનો પ્રવાસ કરશે તેમજ પોતાને ફાળવાયેલ શક્તિકેન્દ્રના સંયોજકના ઘેર રાત્રી રોકાણ કરી બુથ અને પેજ સમિતિ સુધી સંગઠનાત્મક ઢાંચો સુવ્યવસ્થિત થાય તે દિશામાં કામગીરી કરશે. તેમજ બુથ કક્ષ્ાાએ બેઠકો, દરેક બુથમાં શક્તિકેન્દ્ર સંયોજક, બુથ અધ્યક્ષ્ા, બીએલએ-ર, વોટસઅપ ગ્રુપ ઈન્ચાર્જ તથા પેજસમિતિના સભ્યો સાથે ચર્ચા-પરામર્શ કરશે.
આ ઉપરાંત વિસ્તારકો ધ્વારા શક્તિકેન્દ્ર સંયોજક, બુથ અધ્યક્ષ્ા, બીએલએ-ર, વોટસઅપ ગ્રુપના ઈન્ચાર્જના ઘરના દરવાજે આવતા-જતા અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત થાય તે રીતે પ્રદેશ ધ્વારા કીટમાં આપેલ નેમ પ્લેટ લગાવાશે તેમજ વિવિધ સરકારી યોજનાઓની માહિતી જન-જન સુધી પહોચાડાશે. તેમજ પાર્ટીના જુના આગેવાનો, બુથમાં રહેતા વર્તમાન વોર્ડના અગ્રણીઓ, પાર્ટીના પૂર્વ પદાધિકારીઓ, પૂર્વ સાંસદો, ધારાસભ્યો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા સામાજીક અગ્રણીઓ સાથે સંપર્ક કરાશે.