ભાજપની તમામ શ્રેણીના કાર્યક્તાઓને વોર્ડમાં લોકોની વચ્ચે અને જાગૃત રહેવા અનુરોધ કરતા મુકેશ દોશી

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ છે કે   વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના નેતૃત્વવાળી ભાજપા સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે તે અંતગર્ત પ્રદેશ ભાજપની યોજનાનુસાર તા.1 જૂન થી તા.30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાનના માધ્યમથી અનેકવિધ કાર્યક્રમો ચાલી રહયા છે.તે અંતર્ગત શહેર ભાજપ ધ્વારા આગામી તા.14/6ના રોજ નાનામૌવા ચોકડી ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવેલ, પરંતુ હાલ સમગ્ર રાજયમાં વાવાઝોડા (બીપરજોય) ની સંભવિત પિરસ્થિતિનુ ધ્યાનમાં લઈ આ જંગી જાહેરસભા મુલત્વી રાખવામાં આવેલ છે,

આ જાહેરસભાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. તેમજ આ તકે રાજયના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે સંભવિત વાવાઝોડાની પિરસ્થિતિને પગલે બેઠક યોજાઈ હતી. અને પોલીસ કમિશનર , જીલ્લા કલેકટર , મ્યુનસીપલ કમિશનર સાથે વાવાઝોડાની કોઈપણ પિરસ્થિતિને પહોચી વળવા અંતર્ગત સંકલન કરાયુ હતું. તેમજ ંસંભવિત વાવાઝોડાની પિરસ્થિતિને ધ્યાનમાં લઈ  જરૂર પડયે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ પણ  કાર્યરત કરવામાં આવશે અને વાવાઝોડાની પિરસ્થિતિને પગલે  ભાજપના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને વોર્ડમાં લોકોની વચ્ચે અને જાગૃત રહી સ્ટેન્ડ ટૂ રહેવા મુકેશ દોશી, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જાહેર અનુરોધ કરેલ છે.

સંભવિત વાવાઝોડાની અસરને કારણે રાજકોટ લોકસભાની જનસભા પણ મુલત્વી રખાઇ

જીલ્લા ભાજપના હોદ્ેદારો પોતાના વિસ્તારમાં રહી, અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા ખડેપગે રહેવા અનુરોધ કરતા અલ્પેશ ઢોલરીયા

રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા તેમજ મહામંત્રી મનસુખભાઈ રામાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અનુસાર રાજ્યમાં બીપરજોય વાવાઝોડાની અસરને કારણે રાજકોટ જીલ્લા ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના 9 વર્ષ પરિપૂર્ણ થયા તે સંદર્ભે આગામી તા.14ના રોજની રાજકોટ લોકસભાની જાહેરસભા મુલત્વી રાખવામાં આવી છે.

વધુમાં ઢોલરીયાએ જણાવ્યું હતું કે, બીપરઝોય વાવાઝોડાનું અસરને ધ્યાને લઈ રાજકોટ જીલ્લાના રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્ય, સાંસદ (વર્તમાન અને પૂર્વ), ધારાસભ્ય (વર્તમાન અને પૂર્વ), બોર્ડ-નિગમના ચેરમેન, વા.ચેરમેન, ડિરેક્ટર (વર્તમાન અને પૂર્વ), જીલ્લા સ્તરની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્ટરો (વર્તમાન અને પૂર્વ), જીલ્લા અને મંડલના સેલ-આયામ-પ્રકલ્પના સભ્ય, જીલ્લા તેમજ મંડલના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ, મંડલ પક્ષના અને મોરચાના પદાધિકારી, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ/સહ-ઇન્ચાર્જ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ગત ચૂંટણી લડેલા ઉમેદવાર, તાલુકાની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેકટરો (વર્તમાન અને પૂર્વ), બુથના પ્રમુખ-મંત્રી (ગ્રામીણ અને શહેરી), મંડલના કારોબારી સભ્ય અને મોરચાના કારોબારી સભ્ય(ગ્રામીણ અને શહેરી), જીલ્લાના સક્રિય સભ્ય તથાતમામ હોદેદારોપોતાના વિસ્તારમાં રહી અને વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને મદદરૂપ થવા ખડેપગે રહેવા અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.