મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ અંતર્ગત

શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ૬૪માં જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ દ્વારા વિભાનસભા વાઇઝ રકતદાન કેમ્પ યોજવાનું આયોજન હાથ ધરાયેલ છે, તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઇ બોરીચા, યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, અનુ. જાતિ મોરચાના પ્રભારી આસીફ સલોત અને પ્રમુખ હારૂનભાઇ શાહમદાર, શહેર ભજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી સહીતના ની ઉપસ્થિતિમાં બેઠક મળેલ. આ બેઠકમાં માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ૨જી ઓગષ્ટના રોજ જન્મદિવસ છે ત્યારે શહેર ભાજપ દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય કાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સોશ્યલ ડીસ્ટન્સીંગ સહીતની બાબતોને ધ્યાનમાં રાખી વિધાનસભાવાઇઝ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

જેમા તા.૨જી ઓગષ્ટના રોજ સવારે ૯:૩૦ કલાકે વિધાનસભા-૬૮માં ભોજલરામ વાડી, સંત કબીર રોડ ખાતે રકતદાન કેમ્પ યોજાશે જેમાં શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય અરવીંદભાઇ રૈયાણી, ડે. મેયર અશ્ર્વીનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી ઉપસ્થિતિ રહેશે. તેમજ વિધાનસભા-૬૯માં પારસ કોમ્યુનીટી હોલ, નીર્મલા કોન્વેન્ટ રોડ ખાતે રકતદાન કેમ્પ યોજાશે. જેમાં રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, મેયર બીનાબેન આચાર્ય, ઉપસ્થિત રહેશે. તેમજ વિધાનસભા ૭૦-૭૧માં આરએમસી કોમ્યુનીટી હોલ, પારડી રોડ ખાતે રકતદાન કેમ્પ યોજાશે. જેમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, ધારાસભ્ય ગોવીદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, વિધાનસભા-૭૧ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ, મહાનગરપાલિકાના દંડક અજયભાઇ સહિતના ઉપસ્થિત રહેશે.

આ રકતદાન કેમ્પમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોરભાઇ રાઠોડ અને રાજુભાઇ બોરીચાએ જાહેર અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.