શક્તિ કેન્દ્ર વિસ્તારક યોજના દ્વારા દરેક શક્તિ કેન્દ્રોમાં ભાજપના કાર્યકર્તા વિસ્તાર બની લોકપ્રશ્નોને વાચા આપશે
પ્રદેશ ભાજપની યોજના અનુસાર તા.૨૧ ફેબ્રુઆરીથી ૨ માર્ચ દરમ્યાન શક્તિ કેન્દ્ર વિસ્તારક યોજનાનું આયોજન કરાયેલ છે. જેમાં આ વિસ્તારકોને શક્તિ કેન્દ્રમાં કરવાની કામગીરીના સંદર્ભમાં જિલ્લા તથા મહાનગરમાં તેઓ માટે અભ્યાસવર્ગનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને રાજકોટ શહેરના પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા શહેરના મેયર બંગલા ખાતે શક્તિ કેન્દ્ર વિસ્તારક, શક્તિ કેન્દ્ર ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓનો અભ્યાસવર્ગ યોજવામાં આવ્યો હતો.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં સૌ કોઈ પોતાની જાતને કાર્યકર્તા સમજે છે. શક્તિ કેન્દ્ર વિસ્તારક યોજના થકી દરેક શક્તિ કેન્દ્રોમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિસ્તારક બનીને લોકપ્રશ્નોને વાચા આપશે.
આ તકે ભાર્ગવભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ભાજપ પાસે કર્મઠ કાર્યકર્તાઓની મોટી ફૌજ છે. સક્ષમ, ત્યાગી, નિષ્ઠાન અને કર્તવ્યવાન કાર્યકર્તાઓ ભાજપની ઓળખ છે. દેશના વિકાસ માટે સહભાગી બને અને પાર્ટીનો પ્રચારક અને વિસ્તારક કાર્યકર્તાની ભુમિકા નિભાવે.
આ શક્તિ કેન્દ્ર વિસ્તારક અભ્યાસ વર્ગમાં શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડે, આભારવિધિ કિશોર રાઠોડે કરી હતી. તેમજ વ્યવસ્થા જીતુ કોઠારીએ સંભાળી હતી. આ અભ્યાસ વર્ગમાં શહેર ભાજપના હોદ્દેદારો, શક્તિ કેન્દ્ર વિસ્તારકો, શક્તિ કેન્દ્ર ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ, વોર્ડ પ્રમુખ–મહામંત્રી, કોર્પોરેટરો તથા અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.