શહેર ભાજપ મહિલા મોરચાના હોદેદારોની આજરોજ જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે કિરણબેન માકડીયા, ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન પરમાર, મનુબેન રાઠોડ, પ્રકાશબા ગોહિલ, મીનાબેન પારેખ ઉપરાંત મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રીની વરણી કરવામાં આવી છે.પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજી અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ વિનોદભાઈ ચાવડા, રાજકોટ મહાનગરનાં પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપીકાબેન સરડવા સાથે સંકલન અને વિચાર વિમર્શ કરી રાજકોટ મહાનગર શહેર ભાજપ મહિલા મોરચાના હોદેદારોની વરણી જાહેર કરેલ છે.
આ તકે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યએ શહેર ભાજપ મહિલા મોરચાના નવનિયુકત હોદેદારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુકે મહિલા મોરચાની નવનિયુકત ટીમ કેદ્ર અને રાજયની ભાજપ સરકારના નેતૃત્વમાં બહેનો માટે વિવિધ લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી મહિલાઓ સુધક્ષ પહોચાડી નારી સશકિતકરણને ખરા અર્થમાં વેગ આપશે.
આ તકે શહેર ભાજપ તમામ વોર્ડના આ નવનિયુકત પ્રભારીઓને ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાય;, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, લીનાબેન રાવલ, સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.