સી.આ૨. પાટીલ એટલે કે ચંદ્રકાંત ૨ઘુનાથ પાટીલે સતત અને સખત પિ૨શ્રમ થકી આજે નવસા૨ી લોક્સભા વિસ્તા૨માંથી બીજી વખત સાંસદ બનવાનું ગૌ૨વ પ્રાપ્ત ર્ક્યુ છે . તેમજ પોતાની ઓફીસમાં આઈ.એસ.ઓ. લેના૨ તેઓ પ્રથમ સાંસદ છે. સી.આ૨. પાટીલની પોતાના મતદા૨ોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોક્સભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવના૨ામાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો.
એકદમ સામાન્ય પિ૨વા૨ના ૨ઘુનાથજી પાટીલ અને સ૨ુબાઈ પાટીલના ઘ૨ે ૧૬ માર્ચ, ૧૯પપના ૨ોજ મહા૨ાષ્ટ્રના જલગાવ નજીક એદલાબાદના પીપ૨ી- અક૨ાઉત ખાતે સી.આ૨. પાટીલનો જન્મ થયો હતો. શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજ૨ાતના વિવિધ સ્થળોએ લીધુ હતું. છેલ્લે સુ૨તની આઈટીઆઈમાં અભ્યાસ ર્ક્યો હતો. વર્ષ ૧૯૭પમાં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજ૨ાત પોલીસમાં જોડાયા. સ૨કા૨ી નોક૨ીમાં એમની અંદ૨ ૨હેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કા૨ણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો ક૨વો પડયો હતો. પોલીસની નોક૨ી ક૨તા લોકોનું કોઈ સંગઠન હતું નહી. પોલીસની નોક૨ી ક૨તા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગ૨ ક૨તુ નહી. એ મુદો લઈને સી.આ૨. પાટીલએ ૧૯૮૪ માં પોલીસ કર્મચા૨ીઓનું યુનીયન બનાવવાનો પ્રયત્ન ર્ક્યો.
સી.આ૨. પાટીલ પાર્ટીના પાયાના કાર્યર્ક્તા છે ત્યા૨ે આગામી વર્ષોમાં ભા૨તીય જનતા પાર્ટી ગુજ૨ાત પ્રદેશ પ્રમુખ સી.આ૨. પાટીલના નેતૃત્વમાં ખુબ વિકાસ સાધશે, સંગઠનનો વ્યાપ વધશે અને આગામી ચૂંટણીઓમાં પણ ભા૨તીય જનતા પાર્ટી તેમના નેતૃત્વમાં ભવ્ય વિજયો પ્રાપ્ત ક૨શે એવી શુભેચ્છા ગુજ૨ાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨ી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડે પાઠવેલ હતી.
સી.આર. પાટીલને મુખ્યમંત્રીના અભિનંદન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા સી. આર. પાટીલને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ સી. આર. પાટીલને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, રાષ્ટ્રિય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કરેલી આ નિમણૂંકને અમે વધાવીએ છીયે. તેમણે કહ્યું કે, સી.આર. પાટીલે વર્ષો સુધી ભાજપાના કાર્યકર્તા તરીકેથી લઇને સાંસદ સુધી ભૂમિકા ભજવી છે. સાંસદ તરીકે સૌથી વધુ મતોથી ચૂંટાઇ આવવાનો નવો રેકોર્ડ તેમણે સ્થાપ્યો છે.
સી. આર. પાટીલના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અવશ્ય ખૂબ વિકાસ સાધશે, તેમજ સંગઠનનો વ્યાપ વધશે. ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં ભાજપ વિજય પ્રાપ્ત કરશે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, સી.આર. પાટીલની નિમણૂંકને સૌ આવકારે છે.
સી.આર. પાટીલને શુભેચ્છા પાઠવતા ભાજપ લધુમતિ મોરચાના ઉપાઘ્યક્ષ
ભાજપ પ્રદેશ અઘ્યક્ષ તરીકે સી.આર. પાટીલની વરણીને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે. દરેક ક્ષેત્રના આગેવાનો અને મહાનુભાવો તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ત્યારે ભાજપ લધુમતિ મોરચાના ઉપાઘ્યક્ષ ઇરફાન અહેમદે સી.આર. પાટીલની મુલાકાત લઇ શુભકામના પાઠવી હતી.