કાલે રાષ્ટ્રીય શાળા ખાતે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી પ્રાર્થનાસભા
સ્વ. મગનલાલ વિસનજી કારીયા ત્થા સ્વ. કાંતાબેન મગનલાલ કારીયાના મોટા પુત્ર રમેશભાઈ (રાજુભાઈ) મગનલાલ કારીયાનુ તા. ૭નાં રોજ અવસાન થયેલ છે. તે રાજકોટ શહેર ભાજપ આગેવાન, વોર્ડ નં ૩ ના પ્રભારી અને ગુજરાત રાજય અન્ન આયોગના ડીરેકટર દિનેશભાઇ કારીયા, રજનીભાઇ કારીયા (મુન્નાભાઈ), પારૂલબેન પંકજકુમાર ઠક્કર (બરોડા) ના મોટાભાઇ અને ઉર્વી વિશાલકુમાર સેજપાલના પિતાશ્રી અને રાજકોટ લોહાણા મહાજન ના કારોબારી સભ્ય ધવલ કારીયા, બ્લેક ગોલ્ડ ચાવાળા મીત કારીયા, અનુ કારીયા ના ભાઈ અને મનસુખલાલ લાભુભાઇ સુચક ના જમાઈ હતા.
સદગત રાજુભાઇની સ્મશાનયાત્રામાં ભાજપના આગેવાનો સર્વશ્રી ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, નીતિનભાઇ ભારદ્વાજ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા, કશ્યપભાઈ શુકલ, માધવ દવે તેમજ સમાજના આગેવાનો શ્રી જોબનપુત્રા, કિશોરભાઇ સુચક, ધીરૂભાઇ રાજા, કીરીટભાઇ માણેક, જીતુભાઇ ચા વાળા, હેમલભાઇ સંઘવી, અરવિંદભાઇ બરછા, ગીરીશભાઇ મહેતા, સુરેશભાઇ સંઘવી, પારૂલબેન ઠકકર, પંકજભાઇ ઠક્કર, શીલાબેન કારીયા, ઉર્વીબેન કારીયા, વિશાલકુમાર સેજપાલ (અમદાવાદ), લાભુભાઇ સુચક પરિવાર (વેવાઈ) વિ. સગા સંબંધીઓ ઉપસ્થિત રહયા હતા. સદ્ગત રાજુભાઈ કારીયાની પ્રાર્થનાસભા તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે રાખેલ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ દિનેશભાઇ કારીયાને તેમના નિવાસ સ્થાને રૂબરૂ મળી સગતને પુષ્પાંજલી અર્પણ કરી કારીયા પરિવારને સાંત્વના પાઠવી હતી.