મેયર બંગલેથી ગણપતિની વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, મુખ્ય માર્ગદર્શક ધનસુખભાઈ ભંડેરી, નીતીનભાઈ ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રમેશભાઈ રૂપાપરા, ભીખાભાઈ વસોયા,ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, અંજલીબેન પાણી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, કાશ્મીરાબેન નથવાણી સહિતના મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ સિધ્ધિ વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન ગણેશ ચતુર્થીના શુભ દિનથી ૨૩ સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના રેસકોર્ષ ઓપન એર થીયેટર કવિ રમેશ પારેખ રંગદર્શન ઓન એર થીયેટર સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.
આવતીકાલે તા.૧૩ ગણેશચતુર્થી નિમિતે સવારે ૧૦.૩૦ કલાકે શહેરના મેયર બંગલેથી ગણપતિ મહારાજની વાજતે ગાજતે વર્ણાંગી નીકળશે. ગણપતિ બાપાની સવારી ઢોલ નગારા, ડી.જે.ની રમઝટ સાથે સિધ્ધિ વિનાયક ધામ ખાતે પહોચશે. ત્યારબાદ ગણપતિ મહારાજની પ્રતિમાનું વેદોકત મંત્રોચ્ચાર સાથે તેમજ શાસ્ત્રોકત વિધિથી સ્થાપન પૂજન અર્ચન કરાશે. આ પ્રસંગે ભાજપના તમામ શ્રેણીના કાર્યકરોને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડ સહિતના ભાજપ અગ્રણીઓએ અનુરોધ કર્યો છે.