જૂનાગઢમાં કોરોનાના કેસનો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે અન્ય શહેરોની જેમ જૂનાગઢમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે એ ડેઝી ગ્નેટ કરવામાં આવે તેવી શહેર ભાજપના મહામંત્રી એ માંગ કરી છે.
જૂનાગઢ શહેર ભાજપના મહામંત્રી ચંદ્રેશ હેરમાએ મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી વડાપ્રધાનના માર્ગદર્શન નીચે મુખ્યમંત્રી દ્વારા કોરોના મહામારી નિયંત્રણમાં રાખવામાં સફળતા મેળવી છે, તે બદલ અભિનંદન પાઠવી જણાવેલ છે કે, હાલમાં સમગ્ર દેશની સાથે જૂનાગઢમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસનો વધારો થઇ રહ્યો છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા શ્રેષ્ઠ તમ કામગીરી કરવામાં આવી રહી છે.
પરંતુ જી.એમ.ઇ.આર.એસ સરકારી હોસ્પિટલમાં બેડ અને ડોક્ટર તથા દર્દીઓનો જો રેશિયો નહીં જળવાય તો મૃત્યુ દર વધી શકે તેમ છે, ત્યારે બીજા શહેરોની જેમ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર માટે ડેઝી ગ્નેટ કરવામાં આવે તો તે વધુ ઉપયોગી થશે તેમ જણાવી જૂનાગઢમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ડેઝી ગ્નેટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.