મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિન નિમિતે વધુ એક સેવા કાર્ય હાથ ધરાયું: પુરગ્રસ્તોનું નિદાન કરી દવાઓ પણ અપાશે
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર ભાજપ ડોકટર સેલના ક્ધવીનર અને ઇન્ડીયન મેડીકઅ એસો.ના ગુજરાતના પૂર્વ પ્રમુખ ડો. અતુલ પંડયાની આગેવાનીમાં મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના જન્મદિન નિમિતે શહેર ભાજપ ડોકટર સેલના નિષ્ણાંતો તબીબો ઉતર ગુજરાતના પુરપીડીતોને નિદાન તેમજ દવાઓ થકી સહાય કરવા માટે બનાસકાંઠા જવા રવાના થયા હતા. આ તકે ડો. અતુલ પંડયાએ જણાવ્યું કે ગુજરાતના સંવેદનશીલ અને પ્રજા વત્સલ મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી જયારે પોતના જન્મદિવસે પૂરપીડીતોની વચ્ચે રહીને તેઓની સહાયમાં મહતમ માર્ગદર્શન ભૂમિકા ભજવતા હોય ત્યારે તેઓના આ કાર્યમાંથી પ્રેરણા મેળવીને શહેર ભાજપ ડોકટર સેલની સેવાભાવી ટીમ બનાસકાંઠા પહોંચીને ત્યાં બે દિવસ સુધી રોકાઇને પુરપીડીતોને પાણીજન્ય રોગો તેમજ અન્ય ચર્મ રોગો જેવી તકલીફોની સારવાર નિદાન, નિ:શુલ્ક દવાઓ વગેરેમાં સહાયરુપ બનશે. શહેર ભાજપ ડોકટર સેલ તેઓની સાથે ખુબ જ મોટા પ્રમાણમાં દવાઓ, ટયુબ વગેરે સાથે લઇ જઇ રહ્યા છે. પુરપીડીત દર્દીઓને તેની નિ:શુલ્ક સહાય આપવામાં આવશે. આ તકે ડો. રાજેશ સાણજા, ડો. એમ.કે. કોરવાડીયા, ડો. નરેન્દ્ર વિસાણી, ડો. જયેશ રાજયગુરુ: ડો. દેવેશ જોશી, ડો. અરવિંદ ભટ્ટ, ડો. અતુલ પંડયા, ડો. મલમ ફીચડીયા, ડો. અલ્પેશ મોરજરીયા સહીતના શહેર ભાજપ ડોકટર સેલની ટીમ ઉત્તર ગુજરાતમાં રાહત કામગીરી માટે રવાના થઇ છે.