કાર્યક્રમોની રૂપરેખા ઘડાઈ: માર્ગદર્શન આપતા દિલ્હી ખાતે મહિલા કાર્યકર્તા રંજનબેન ડાભીનું નિધન થતા ૨ મિનિટનું મૌન પળાયું
ગુજરાત પ્રદેશ ભાજપની યોજના અનુસાર આગામી લોકસભા ચુંટણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ લોકસભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડેરી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, સમર્પણ નિધિના ઈન્ચાર્જ પુષ્કર પટેલ તથા સહઈન્ચાર્જ વર્ષાબેન રાણપરાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં દિલ્હી ખાતે વોર્ડ નં.૧૪ના મહિલા કાર્યકર્તા રંજનબેન ડાભીનું નિધન થયેલ તેને ૨ મીનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, આગામી લોકસભા ચુંટણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોની પૂર્વ તૈયારીના ભાગરૂપે શહેરના તમામ શકિત કેન્દ્રોમાં બેઠક યોજવામાં આવશે તેમજ આગામી તા.૯ના રોજ સુરેન્દ્રનગર ખાતે કલસ્ટર સંમેલનમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ, પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી સમર્પણ દિન અંતર્ગત સેવાકાર્ય કરવા તેમજ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમર્પણ નિધિ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત કાર્યકર્તાઓને વિષદ માર્ગદર્શન આપ્યું હતું.
તેમજ આ બેઠકમાં લોકસભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, આગામી લોકસભા ચુંટણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે કલસ્ટર સંમેલનમાં કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે, તા.૧૧ ફેબ્રુઆરીથી પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમર્પણનિધિ કાર્યક્રમ તેમજ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ મહાનગરમાં પ્રબુઘ્ધ સંમેલન યોજવા, વિસ્તારકો માટે અભ્યાસ વર્ગ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડયું હતું તેમજ રાજકોટ મહાનગરમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દર્શાવતો એલઈડી રથના ઈન્ચાર્જ તરીકે જવાબદારીની સોંપણી કરી હતી.