અબતક,રાજકોટ
પ્રજાના જાન અને માલના રક્ષણની સીધી જવાબદારી પોલીસના સીરે રહી છે ત્યારે શહેર પોલીસે આ જવાબદારી સંભાળવામાં પીછે હટ ન કરી ખંત પૂર્વક નિભાવી છે. શહેરનો છેલ્લા પંદર વર્ષમાં વિસ્તાર અને વસ્તીમાં અનેક ગણો વધારો થયો છે. પરંતુ પોલીસ તંત્રની કુનેહથી ગુનાખોરીનો આંક ઘટયો છે. શહેર પોલીસ દ્વારા ગંભીર ગુનાઓને અટકાવવા અને ગંભીર પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલવામાં અસરકારક કામગીરી કરી ક્રાઇમ રેટ ઘટાડયો છે. પંદર વર્ષમાં પોલીસ મથક અને પોલીસ સ્ટાફનો વધારો થયો છે જેના કારણે અરજદારોને ફરિયાદ માટે દુર સુધી જવુ પડતુ નથી અને ત્વરીત પોલીસ કાર્યવાહી થવાના કારણે ગુનાખોરી પર અંકુશ આવ્યો છે. પોલીસને આધૂનિક તાલિમ આપવામાં આવતા ગુનેગારોને પોલીસ તાત્કાલિક પકડી હોવાથી તમામ સ્તરે ગુનાનું પ્રમાણ ઘટયું છે.
રાત્રે 2,069 ઘરફોડી અને ધોળા દિવસે 157 સ્થળે ચોરી:
76 ઘાડ અને 606 લૂંટની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ
આધૂનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોલીસ સ્ટાફ દ્વારા મોબાઇલ લોકેશન, સીસીટીવી ફુટેજ અને વિવિધ એપ્લીકેશનના માધ્યમથી અપરાધિઓ પણ ગુનો આચરતા અચકાય રહ્યા છે. બનેલા ગંભીર ગુનાનો તાત્કાલિક ભેદ ઉકેલાવામાં અતિ ઉપયોગી સાબીત થયું છે. મોબાઇલ લોકેશનના કારણે પોલીસ ગુનેગારોનું પગેરૂ દબાવી ત્વરીત ઝડપી લેતા અને ગુનાનો કંઇ રીતે બન્યો કેટલા સંડોવાયા છે સહિતની સીસીટીવી ફુટેજમાંથી પુરતી વિગત મળી રહેતી હોવાથી પોલીસ દ્વારા ગુનેગારોને ઝડપથી ઓળખી લેતા હોવાથી ગુનેગારો પર અંકુશ આવ્યો છે.
ટેકનોલોજીની મદદથી પોલીસ દ્વારા થતી કાર્યવાહીથી ગુનાનું પ્રમાણ ઘટયું
વર્ષ 2007થી 2021 દરમિયાન પંદર વર્ષમાં કુલ 575 હત્યાના બનાવ બન્યા છે. જેમાં વર્ષ 2016માં સૌથી વધુ 54 વ્યક્તિઓના ખૂન થયા છે અને વર્ષ 2020માં 29 મર્ડર થયા છે જે પંદર વર્ષમાં સૌથી ઓછા થયા છે. આ રીતે જ છેલ્લા પંદર વર્ષમાં 439ની ખૂનની કોશિષના ગુના નોંધાયા છે. જેમાં 2007માં સૌથી 16 બનાવ નોંધાયા છે. જ્યારે 2016 હત્યાની કોશિષના 47 બનાવ પોલીસમાં નોંધાયા છે.
ઘાડ અને લૂંટની ઘટનામાં પણ છેલ્લા પંદર વર્ષ દરમિયાન ઉતરોતર ઘટાડો જોવા મળ્યો છે. પંદર વર્ષમાં 76 ધાડના બનાવ બન્યા છે. 2012માં સૌથી વધુ 14 ગુના નોંધાયા છે. જ્યારે 2019માં એક પમ ગુનો નોંધાયો નથી. 606 લૂંટના ગુના નોંધાયા છે. સૌથી વધારે 2014માં 91 અને સૌથી ઓછા 2020માં નવ ગુના નોંધાયા છે.
જ્યારે તસ્કરોએ દિવસ દરમિયાન 243 સ્થળે ચોરી કરી છે. 2008માં સૌથી વધારે 25 સ્થળે ચોરી થઇ છે. અને 2021માં માત્ર 8 સ્થળે ચોરી થઇ છે. રાત્રી દરમિયાન 2,069 સ્થળે તસ્કરોએ મિલકતનો હાથફેરો કર્યો છે. જેમાં સૌથી વધારે 2008માં 295 સ્થળે અને સૌથી ઓછી 2021 માત્ર 35 સ્થળે રાત્રી દરમિયાન ચોરી થઇ છે. આ ઉપરાંત પંદર વર્ષ દરમિયાન 11,978 સાદી ચોરીના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.
વર્ષ 2007થી 2021 દરમિયાન 223 મહિલાઓ અને તરૂણીઓએ બળાત્કારનો ભોગ બન્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 2019માં 23 ગુના નોંધાયા છે. અને 2007માં માત્ર બે મહિલાઓએ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે.
એનડીપીએસ, દારૂ અને જુગારમાં પોલીસ કામગીરી બમણી
વીવીઆઇપી બંદોબસ્ત, તહેવાર બંદોબસ્ત અને રૂટીન કામગીરીની સાથે સાથે શહેર પોલીસે એનડીપીએસ, દારૂ અને જુગારની બદી સામે ઝુંબેશ શરૂ કરી હોય તેમ છેલ્લા તેર વર્ષની સમખામણી બમણી થઇ છે. યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે ચડાવી બરબાદ થતા બચાવવા પોલીસ અને ખાસ કરીને એસઓજી ટીમ દ્વારા કરાયેલી કામગીરી નોંધપાત્ર રહી છે. વર્ષ 2009 થી 2021 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં અફીણ, ગાંજો, ચરસ, કોકીન, મેફેડોન અને હેરોઇન અંગેના 93 કેસ થયા છે. જેમાં 2020માં 19 અને 2021માં 34 ગુના નોંધી ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી કરી રૂા.64.51 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ રીતે પોલીસે વિદેશી દારૂ અને જુગાર જેવી બદી સામે પણ ધોસ બોલાવી કરોડોની કિંમતના વિદેશી દારૂનો જંગી જથ્થો કબ્જે કર્યો છે. અને જુગાર રમતા શખ્સોની ધરપકડ કરી છે.
વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021માં ક્રાઈમ રેટ ઘટાડો