Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો અને પાનના ગલ્લે બેસીને, તેમજ ચા ની દુકાને બેસીને કારણ વગરના ગપાટા મારતા શખ્સોને કાયદાના પાઠ ભણાવવા માટે જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં નાઈટ ડ્રાઈવ રાખવામાં આવી હતી.Whatsapp Image 2023 10 30 At 10.03.18 2696Db21

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. એન.એ.ચાવડા ની સુચના થી સર્વેલન્સ ટીમ દ્વારા શહેરના પાંચ હાટડી વિસ્તાર, પટણીવાડ વિસ્તાર, કાલાવડ નાકા બહારનો વિસ્તાર, સુમરા ચાલી વિસ્તાર, હવાઇ ચોક, પવનચક્કી વિસ્તાર, સાધના કોલોની વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ સાથે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા ખાસ આ ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ ચલાવી વાહન ચાલકો ના લાઇસન્સ, ફોર-વીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇક મા ત્રીપલ સવારી, ધૂમ સ્ટાઇલ થી બાઇક ચલાવવી રોમિયોગીરી કરતા વાહનચાલકો, મોડી રાત્રિ સુધી ચા-પાન ના ગલ્લે બેસીને ગપ્પા મારતા શખ્સો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર સિટી-એ. ડિવિઝન પોલીસ ની આકરી કાર્યવાહીને પગલે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.