મહાનગરપાલિકાના ૪૭માં સપના દિનની ઉજવણી અંતર્ગત સંગીત સંધ્યા યોજાઈ: પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, હર્ષદગીરી ગોસ્વામી, કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ભીખાભાઈ વસોયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોની ઉપષ્થિત

IMG 0209

રાજકોટ મહાનગરપાલિકાના ૪૭માં સ્થાપના દિન અંતર્ગત બોલીવૂડના વિખ્યાત પ્લેબેક સિંગર જાવેદ અલી પ્રસ્તુત મ્યુઝિકલ નાઈટ “સૂર તરંગનું રંગીલું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા ઉપસ્થિત રહેલ.

IMG 0188

આ પ્રસંગે રાજકોટના ગુજરાત રાજ્યના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગૌસ્વામી, ભા.જ.પા. રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, મહામંત્રી જીતુભાઈ કોઠારી, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટરઓ, ભાજપના અગ્રણીઓ, અધિકારીઓ, તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેલ.

આ પ્રંસગે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે, રાજકોટ શહેર દિન-પ્રતિદિન વિકાસ પામી રહ્યું છે. આ તકે પ્રથમ નિયુક્ત મેયર રમેશભાઈ છાયાના આદર્શ વ્યક્તિત્વ, ચુંટાયેલ પાંખ  અરવિંદભાઈ મણીઆર, ચીમનકાકા, કેશુભાઈ પટેલ સૌના માર્ગદર્શન હેઠળ તેમજ  વજુભાઈ વાળા, વિનોદભાઈ શેઠ, ગોવિંદભાઈ સોલંકી, અશોકભાઈ ડાંગર, રક્ષાબેન બોળીયા, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય વિ. તેમજ હાલ બિનાબેન આચાર્ય વિગેરે મેયરોનો શહેરના વિકાસમાં સહયોગ રહેલ છે.  વિજયભાઈ રૂપાણી સતત ૯ વર્ષ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહેલ. કોર્પોરેશનના વિકાસમાં ચુંટાયેલ પાંખ તથા જુદા જુદા કમિશનરઓ, પદાધિકારીઓ, અધિકારીઓના સંકલનથી શહેરના સર્વાંગી વિકાસની કામગીરી કરવામાં આવેલ છે. જે-તે વખતે વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી દ્વારા પાઈપલાઈન દ્વારા શહેરને પીવાનું પાણી પૂરું પાડેલ છે. જયારે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના પ્રયાસથી આજે શહેરનો પાણીનો પ્રશ્ન કાયમને માટે ભૂતકાળ બનાવેલ છે. શહેરના વિકાસમાં સૌની યોજના, એઈમ્સ, વિગેરે જેવા જુદા જદા પ્રોજેક્ટો હાલ કાર્યરત છે. રાજ્કોરના સુવર્ણ ઇતિહાસમાં પ્રિન્ટ મિડીયા, ઈલેક્ટ્રોનિક મિડીયા, સવાર-સાંજના અખબારો તથા તમામ પત્રકાર મિત્રોનો પણ ખૂબ સહયોગ મળેલ છે. આજના દિવસે સૌ શહેરીજનોને તેઓએ શુભકામના પાઠવેલ. આ પ્રસંગે કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયાએ જણાવેલ કે,  તા.૧૯-૧૧-૧૯૭૩માં રાજકોટ મહાનગરપાલિકાની રચના થયેલ જેમાં નિયુક્ત મેયર તરીકે રમેશભાઈ છાયા હતા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના  અરવિંદભાઈ મણીઆર પ્રથમ ચૂંટાયેલ મેયર હતા ત્યારથી શરૂ કરીને આજ દિન સુધી શહેરીજનોએ ભારતીય જનતા પક્ષમાં વિશ્વાસ મુકીને ચાર દાયકાથી વધુ સમયથી શાસનની ધરા સોંપેલ છે. જ્યાં માનવી, ત્યાં સુવિધા ના સંકલ્પ સાથે રાજકોટ શહેરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના  અરવિંદભાઈ મણીઆર,  વજુભાઈ વાળા,  વિજયભાઈ રૂપાણી,  વિનોદભાઈ શેઠ,  ધનસુખભાઈ ભંડેરી વિગેરે તમામ પૂર્વ  મેયરઓનું ખુબ જ યોગદાન રહેલ છે. તેઓએ કંડારેલ કેડી પર હાલમાં પણ શહેરના વિકાસની ગતિ ખુબ જ આગળ વધી રહેલ છે. આ વિકાસયાત્રાની સાથોસાથ બે વખત રાજકોટ શહેરની હદમાં પણ ઉતરોતર વધારો કરેલ છે. રાજકોટના વિકાસને ધ્યાનમાં રાખી શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયેલ છે. તેમજ દેશના ૧૦૦ વિકસતા શહેરોમાં રાજકોટનું ૨૨મું સ્થાન છે. સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ શહેરનો નવમો ક્રમ આવેલ. આ ઉપરાંત કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા અંગે રાજકોટ મહાનગર શહેરની તમામ સ્ટ્રીટ લાઈટો એલ.ઈ.ડી. લાઈટમાં પરિવર્તિત કરેલ તેમજ ત્રણેય ઝોન કચેરીઓ, અન્ય બિલ્ડીંગમાં સોલાર રૂફ ટોપ સોલાર પેનલની કામગીરી કરેલ જે અંતર્ગત અને ઇકલી સાઉથ એશિયા સંસ્થા દ્વારા સતત બે વર્ષથી રાજકોટ શહેરને અર્થ અવર કેપિટલ તરીકે એવોર્ડ આપવામાં આવેલ છે. રાજકોટ શહેરના જ સપૂત, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બિરાજમાન છે ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ શહેરનો વિકાસ હરણફાળ ગતિએ આગળ વધી રહેલ છે. વિકાસમાં રાજ્ય સરકાર દ્વારા પણ ખુબજ સહયોગ મળી રહ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા શહેરને ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, બસપોર્ટ, નવી જી.આઈ.ડી.સી. વિગેરે જેવા અનેકવિધ પ્રોજેક્ટો મળેલ છે જે આપણા માટે ગૌરવની વાત છે. તેઓએ સ્થાપના દિન નિમિતે સૌ શહેરીજનોને શુભેચ્છા પાઠવેલ.

ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ આ પ્રસંગે જણાવેલ કે, રાજકોટ એ રંગીલું શહેર છે અને સૌરાષ્ટ્રનું પાટનગર છે. સૌરાષ્ટ્રની વિકાસની દિશા રાજકોટ નક્કી કરે છે. તેમજ રાજકોટમાં આદરણીય અરવિંદભાઈ મણીઆર, ચીમનકાકા માર્ગદર્શક રહ્યા છે. તેમજ શહેરને રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પણ પ્રતિનિધિ મળ્યું છે જે રાજકોટને માટે ગૌરવની વાત છે. વર્ષ ૧૯૯૮-૯૯માં પીવાના પાણીની તકલીફ દરમ્યાન વાંકાનેર વિડીમાંથી ૧૫૦ બોર કરી રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ પાણી પૂરું પડેલ છે. તેમજ સૌની યોજના હેઠળ રાજકોટના ડેમોને ભરી દેવામાં આવેલ છે. રાજકોટના વિકાસ માટે સૌ પદાધિકારી, અધિકારીઓને હું અભિનંદન પાઠવું છું તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટનું માર્ગદર્શન કરી રહ્યા છે. આ તકે રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિન નિમિતે સૌને હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું. સુવિખ્યાત ગાયક કલાકાર જાવેદ અલીનું સ્વાગત કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામા આવેલ તેમજ આભાર વિધિ શાસક પક્ષ નેતા  દલસુખભાઈ જાગાણી દ્વારા કરવામાં આવેલ.

સમાજ કલ્યાણના સદસ્ય હીરલબેન મહેતા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક વડે સ્વાગત કરવામાં આવેલ. પ્લેબેક સિંગર જાવેદ અલી દ્વારા મ્યુઝિકલ નાઈટ “સૂર તરંગમાં જાવેદ અલીએ અનેક લોકપ્રિય ફિલ્મી જુના તથા નવા/સુફી ગીતો રજુ કરેલ શહેરીજનોએ મોડી રાત સુધી ગીત સંગીતનો આનંદ માણેલ. ‘અબતક’ સોની વાતચીત દરમિયાન સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ૪૭મો સપના દિવસે પ્લેબેક સિંગર જાવેદ અલીની શાનદાર મ્યુઝિકલ નાઈટ યોજાઈ છે અને રંગીલા રાજકોટની જનતા તેનો આનંદ માણી રહી છે. હજારોની તાદાતમાં લોકો ઉપસ્તિ રહીને આજે કોર્પોરેશનના સપના દિવસની ઉજવણી કરી રહ્યાં છે.

‘અબતક’ સોની વાતચીદ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના ૪૭માં સપના દિન નિમિત્તે રાજકોટની રંગીલી પ્રજા માટે રંગ તરંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્લેબેક સિંગર જાવેદ અલીની મ્યુઝિકલ નાઈટ માણવા હજારો લોકો રેસકોર્ષના કવિ રમેશ પારેખ રંગદર્શન ખાતે આવી પહોંચ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા એટલે ફકત ગટર, પાણી, લાઈટ, સ્વચ્છતા જ નહીં પરંતુ રાજકોટની રંગીલી પ્રજા માટે વર્ષમાં ચાર કાર્યક્રમ જેવા કે ૧૫મી ઓગષ્ટ, ૨૬મી જાન્યુઆરી, ૧૯મી નવેમ્બર મહાપાલિકાનો સપના દિવસ તા ૧ મે ગુજરાતના સપના દિને લોકો મફતમાં મજા માણી શકે તે પ્રકારે આજરોજ આયોજન કરવામાં આવ્યું છે. લોકો પોતાના પરિવાર સો મ્યુઝિકલ નાઈટને લાઈવ નિહાળી રહ્યાં છે.

‘અબતક’ સોની વાતચીત દરમિયાન મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના સપના દિવસે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. સિંગર જાવેદ અલીને સાંભળવા માટે હજારોની તાદાતમાં લોકો ઉપસ્તિ છે અને જાવેદ અલીની મ્યુઝિકલ નાઈટનો આનંદ માણી રહ્યાં છે. રાજકોટના દરેક રહેવાસીઓને સપના દિવસની શુભકામનાઓ પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.