- એઇમ્સના લોકાર્પણ પહેલા રાજકોટીયન્સે પ્રધાનમંત્રીનો માન્યો આભાર
- સિનિયર સિટીઝન,યુવાનો અને ગૃહિણીઓએ એઇમ્સના લાભના આનંદ વ્યક્ત કર્યો: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જિલ્લા અને ગામડાઓના લોકોને મળશે અધ્યતન સારવારો:નહિવત ખર્ચે:જાગૃત નાગરિકો
ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટને મળી છે. રાજકોટમાં આગામી તારીખ 25 ફેબ્રુઆરી રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એઇમ્સની આઈપીડી અને ઇમરજન્સી વિભાગના 250 બેડનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.રાજકોટના નાગરિકો એઇમ્સ વિશે શું વિચારી રહ્યા છે. એઇમ્સના લાભ અને સવલતોની શું ખરેખર રાજકોટના નાગરિકોને ખબર છે.આવા તમામ પ્રશ્નોનું અબટકે લોકો સાથે સંવાદ કરી.લોકોના વિચારો અને મંતવ્યો જાણવાનો તેમજ લોકજાગ્રતાનો પ્રયાસ કર્યો હતો.જેમાં રાજકોટના નાગરિકોએ એઇમ્સની વિશેષતાને લઈને જણાવ્યું હતું કે,રાજકોટને એઇમ્સ મળી એ રાજકોટ અને રાજકોટના લોકો માટે આશીર્વાદ ગણી શકાય છે.
ગુજરાતની સૌથી મોટી આરોગ્યલક્ષી સેવાનું માધ્યમ રાજકોટ બન્યું છે.એઇમ્સ ખુલ્લી મુકતા રાજકોટમાં હજારો દર્દીઓની સારવાર નહિવત ખર્ચે થશે જેમાં મલ્ટી સ્પેશિયાલિટી તથા સુપર સ્પેશિયાલિટી જેવી સારવારોનું અધ્યતન ટેકનોલોજી વડે પૂરી પાડવામાં આવશે.ગૃહિણીઓએ જણાવ્યું હતું કે એઇમ્સના નિર્માણથી દવાઓના અને હોસ્પિટલના ખર્ચમાં 80 થી 90 ટકા નો ઘટાડો થશે.જે સૌથી મોટી કરકસરનો ભાગ બનશે.
ગૃહિણીઓ અને વર્કિંગ વુમન્સ ના જણાવ્યા અનુસાર એઇમ્સ ની સવલતો દરેક વ્યક્તિને મળે અને દરેક લોકોએ આનો લાભ લેવો જોઈએ.રાજકોટ જિલ્લાનું ખૂબ સારું ડેવલોપમેન્ટ થશે. રાજકોટની આસપાસના ગામડા અને જિલ્લાઓનો લોકોને પણ એઇમ્સનો લાભ મળશે.તે રાજકોટની માટે ગૌરવની વાત છે.સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે,રાજકોટમાં એઇમ્સ આવતા તેઓને ખૂબ આનંદ થયો છે.
મોટા રિપોર્ટ અને એમઆરઆઇ જેવા મોંઘા દાંટ થતા ખર્ચ હવે નહિવત ખર્ચે થશે.પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા સિનિયર સિટીઝનો એ એઇમ્સનો લાભ જનજન સુધી પહોંચે તેવી આશાઓ વ્યક્ત કરી હતી.યુવાનોમાં એઇમ્સને લઈને જાણવા મળ્યું હતું કે,એઇમ્સનો લાભ અને સેવાઓથી કોઈ વંચિત રહેવું ન જોઈએ. ઇન્દોર દાખલ દર્દીઓને અધ્યતન ટેકનોલોજીથી શુ સર્ચ ઇક્વિપમેન્ટની સારવાર મળશે. દાખલ દર્દીઓ માટે એમ છે આશીર્વાદરૂપ બની છે. રાજકોટના રાજકોટને મેગાસિટી બનાવવામાં ખૂબ ફાળો રહેશે.રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે એમ આશીર્વાદ સમાન છે.