કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમન કરવા અને ટ્રાફિક નિયમો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી આંકરા દંડ વસુલ કરવાના નવા નિયમો ગઈ તા.૧૬/૯/૧૯થી સરકારે લાગુ કર્યા બાદ ગુજરાતભરમાંથી લોકોમાં ભારે ઓહાપો મચી જવા પામતા રાજ્ય સરકાર દ્વારા ૧૫ દિવસની છુટ આપ્યા બાદ વાહન ચાલકો આંકરા દંડી બચવા હેલ્મેટ ખરીદવા પડાપડી કરી હતી અને હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા આરટીઓ કચેરી ખાતે વાહન ધારકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રાજ્ય સરકારે દિવાળીની રજા બાદ ૧/૧૧થી નવા ટ્રાફિક નિયમ અને આંકરા દંડની કાર્યવાહી કરવાના હુકમના પગલે રાજ્યભરમાં પોલીસ દ્વારા ઠેર-ઠેર વાહન ચેકિંગ ગોઠવી હજારો અને લાખોની સંખ્યામાં ગુજરાતભરમાંથી લોકો પાસે દંડ વસુલ કરવામાં આવ્યો છે.
રંગીલા રાજકોટવાસીઓ પણ આવા કડવા અનુભવ કરવાની ફરજ પડી છે. આજે શહેરના જાહેર માર્ગો પર શહેરીજનોને સીસીટીવી કેમેરા અને વાહન ચેકિંગ કરતી પોલીસી લોકોને ડર લાગવા મંડયો છે. લોકો આંકરા દંડ અને ઈ-મેમોી બચવા વાહન ચેકિંગ દરમિયાન નવા નવા બહાના શોધી પોલીસ અને આંકરા દંડી બચવા લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.તેમ છતાં ટ્રાફિકના નવા નિયમોના કકડાટ વચ્ચે શહેરીજનો શિસ્તબધ બન્યા છે અને આજે જાહેર માર્ગોના ચાર રસ્તા પર સિગ્નલ બંધ હોય ત્યારે ઉભા રહેતા વાહન ચાલકોમાં ૨૫ માંથી ૨૦ વ્યક્તિઓ દ્વારા હેલ્મેટ પહેર્યા હોવાનું જોવા મળી રહ્યું છે. એટલે સો વ્યક્તિઓમાંથી રાજકોટમાં ૮૦ વ્યક્તિઓને હેલ્મેટ પહેરવાની આદત ના છુટકે કરવી પડી રહી છે. રાજકોટ શહેરમાં નવા ટ્રાફિક નિયમનના પાલન માટે પોલીસે ઉચ્ચ અધિકારીઓના આદેશી ઠેર-ઠેર વાહન ચેકિંગ ગોઠવવામાં આવતા હોય છે જેના કારણે લોકોમાં કકળાટ પણ જોવા મળી રહ્યો છે. ગઈકાલના સરકારી ચોપડે નોંધાયેલા આકડા પર એક નજર કરીએ તો તા.૧૫/૧૧ના ૩૮૦ કેસ કરવામાં આવ્યા હતા, રૂા.૧,૮૨,૨૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ઈ-ચલણ ૪૩૧૧ વાહન ચાલકોને ફટકારવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન વસુલ કરેલ દંડની રકમ ગઈકાલના દિવસ સુધીના આંકડા મુજબ ૩.૯૯ કરોડે પહોંચી છે તેવું સત્તાવાર રીતે સરકારી ચોપડે નોંધાયું છે.
વર્ષ દરમિયાન આજ દિવસ સુધીમાં પોલીસે રૂ.૩.૯૯ કરોડનો દંડ વસુલ કર્યો: એક જ દિવસમાં ટ્રાફિક શાખા અને તમામ પોલીસ સ્ટેશનના વાહન ચેકિંગ સ્ટાફે કર્યા ૩૮૦ કેસ અને ૪૩૧૧ ઈ-ચલણ
ટ્રાફિકના નિયમ અને તંત્રના અતિરેકી છુટકારો પામવો હોય તો આ “બળદ ગાડીી મોટુ કોઈ સાધન ન હોય !!
શહેરના મુખ્ય માર્ગો પર પોલીસનું વાહન ચેકિંગ અને સીસીટીવી કેમેરાના ઈ-મેમોી બચવા લોકો નીત નવા નુસખા કરી રહ્યાં છે. ત્યારે આજે યાજ્ઞિક રોડ પરી પસાર તા માલધારી શ્રમિક પ્રૌઢ પોતાના બળદ ગાડામાં નિકળતા એવું સ્પષ્ટ હતું કે, ટ્રાફિકના નિયમ અને તંત્રના અતીરેકી છુટકારો પામવો હોય તો આ “બળદ ગાડીી મોટું કોઈ સાધન ની તેમ લાગી રહ્યું છે.