રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં લોન ડિફોલ્ટર ધીરજલાલ રાઠોડને ચેક રિટર્નનાં કેસમાં ૧ વર્ષની જેલની સજા અને વળતરની રકમ ચૂકવવા હૂકમ કર્યો છે.
બેન્કમાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર ડિફોલ્ટરને સજા કરી દાખલારૂપ ચુકાદો રાજકોટ કોર્ટે આપ્યો છે.
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની મવડી પ્લોટ શાખામાંી ધીરજલાલ રાઠોડને ધિરાણ અપાયેલ હતું. ોડા સમય બાદ આ ખાતુ ડિફોલ્ટર (એનપીએ) યુ હતું અને ખાતેદારે આપેલ વસુલી રકમનો ચેક પરત ર્ફ્યો હતો.જેી બેન્કે ઇ.સ. ૨૦૧૬માં રાજકોટની નેગોશીયેલ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલ ર્ક્યો હતો. ધીરજલાલ રણછોડભાઇ રાઠોડે મૂળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી.
આી, પાંચમાં એડી. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ નામદાર એન. એચ. વસવેલીયા સાહેબની કોર્ટે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ધીરજલાલ રણછોડભાઇ રાઠોડને ૧ વર્ષની જેલની સજા અને ચેક રિટર્નનાં વળતર રૂપે રૂ. ૧,૨૧,૭૦૯/-ની રકમ ૬૦ દિવસમાં બેન્કને ચુકવવી. જો વળતર ૬૦ દિવસમાં ન ચુકવે તો આરોપીને બીજા ૬ માસની જેલની સજા ફરમાવી હતી. ચેક રિટર્નનાં કેસની આ કામગીરીમાં બેન્ક વતી વિદ્વાન એડવોકેટ રવિભાઇ બી. ગોગીયા, ફરિયાદી ભાવિનભાઇ વેકરીયા હતા. ચેક રિર્ટનનાં કેસમાં ૧ વર્ષની જેલની સજા અને વળતરનો ચુકાદો આવતાં બેન્કનાં અન્ય બાકીદારોમાં ફફડાટ અને ગભરાટ ફેલાઇ ગયો છે.