કોરોનાના સંક્રમણને અટકાવવા…..

કોરોનાના મહામારીના વાયરસને અટકાવવા શહેર પોલીસ કમિશ્નર કચેરીએ આવતા અરજદારોએ ઇ-મેઇલ અને સોશ્યીયલ મીડીયા મારફતે ફરીયાદ કરવા તેમજ કવોરન્ટાઇન થયેલ લોકોએ સેઇફ એપ્લીકેશન ડાઉન લોડ ફરજીયાત કરવાની રહેશે તેમ પોલીસકમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું.

કોરોના વાયરસ મહામારી ફેલાયેલી હોય જે વધુ ફેલાતી અટકે તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે. અનલોકમાં જાહેર જીવનમાં છુટછાટ આપવામાં આવેલી છે.

શહેરીની જાહેર જનતાએ જાહેર જગ્યાએ, વેપાર ધંધાના સ્થળોએ એકબીજાથી અંતર જાળવી રાખવું જેથી રીતે કોરોના વાયરસની મહામાલી ફેલાતી અટકાવી શકાય તે જ રીતે શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓ તથા જાહેર જનતા જેઓ સીધા સંપર્કમાં આવતા હોય છે તેની સાવચેતી રૂપે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે પોલીસ સ્ટેશનના ઇ-મેઇલ આઇડી, ફેસબુક એકાઉન્ટ, ટવીટર ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ તથા સીટીઝન પોર્ટલ જેમાં (ઇ-એપ્લીકેશન, મીસીંગ પર્સન, મીસીંગ પ્રોપટી, એન.ઓ.સી. પી.વી.સી. ડ્રાઇવર રજીસ્ટ્રેશન, સર્વન્ટ રજીસ્ટ્રેશન સીનીયર સીટીઝન, રજીસ્ટ્રેશન ટેન્ટ રજીસ્ટ્રેશન માં પણ અરજી કરી શકશે.) અને ઇ-મેઇલ આઇ.ડી નેચી મુજબના ઉપલબ્ધ છે. જે જાહેર જનતાને ખુબ જ અનિવાર્ય ન હોય તો રુબરુ આવવાને બદલે તે ઓનલાઇન માઘ્યમથી ફરીયાદ અરજી  કરવી તેમજ અરજદારની ઓનલાઇન મળેલ ફરીયાદ-અરજી બાબતે શહેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે તેમજ જરુરીયાત જણાય તે તપાસમાં અરજદારના મોબાઇલ પર વિડીયો કોલીંગની ફેસીલીટી થી અરજદારની રજુઆત સાંભળી તપાસની કાર્યવાહી કરશ અને અરજદારીના ઇ-મેઇલ એકાઉન્ટમાં કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવશે તેમ જ ટ્રાફીકના દંડ ભરવા માટેની લાઇનમાં એકબીજાથી અંતર રાખવું અને બની શકે તો ઓનલાઇન ટ્રાફીકદંડ ભરવાની સુવિધાનો ઉપયોગ કરવો જેની સર્વે પ્રજાજનોએ નોંધ લેવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.