કોર્પોરેશન દ્વારા જીપીએસ-જીપીઆર આધારિત વેબસાઈટ પર નાગરિકો માટે વિવિધ પ્રકારની માહિતીઓ મુકાઈ: સીટીઝન પોર્ટલ માટે 4000 કિ.મી. રસ્તા અને અંડર ગ્રાઉન્ડ યુનિટીલીટીનો સર્વે કરાયો છે: મ્યુનિ.કમિશનર
રાજકોટવાસીઓને હવે શહેર આખાની માહિતી માત્ર આંગળીના ટેરવે મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા જીપીએસ અને જીપીઆર આધારિત એક વેબસાઈટ બનાવવામાં આવી છે. સીટીઝન પોર્ટલ હેઠળ હવે તમામ પ્રકારની માહિતી આ વેબસાઈટ પરથી લોકોને મળી રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સ્માર્ટ સીટી ડેવ. લી.ના પાન સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ જીયો ગ્રાફિક ઈર્ન્ફોમેશન સિસ્ટમ પ્રોજેક્ટ હેઠળ સિટિજન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ વેબસાઈટમાં મહાપાલિકાના વિવિધ વિભાગો સંબંધિત માહિતી સેટેલાઇટ ઈમેજ સાથે ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.
સિટિઝન પોર્ટલમાં હાઈ રિઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ કરીને શહેરનો ડિજિટાઇઝ કરેલ બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ પોર્ટલનું લોકાર્પણ તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે.
વિશેષમાં, મ્યુનિ. કમિશનરે એમ જણાવ્યું હતું કે, આ પોર્ટલ પરથી ઉપયોગ કરી શકાશે. પોર્ટલમાં રાજકોટ શહેરને લાગત તમામ માહિતીઓ મેળવવા માટે વેબસાઈટમાં જુદા જુદા લેયરની રચના કરવામાં આવેલ છે. લોકો આ લેયરનો ઉપયોગ કરીને તેમને જોઈતી માહિતી એક ક્લિક દ્વારા મેળવી શકાશે. મહાપાલિકાનો મુજબના જુદા જુદા વિભાગોની માહિતી જુદ-જુદા લેયર દ્વારા મેપ પર મુકવામાં આવેલ છે.
જેમાં કોર્પોરેશનની તમામ વહીવટી સીમાઓ, મ્યુનિસિપલ બાઉન્ડ્રી, ઝોન બાઉન્ડ્રી, વોર્ડ બાઉન્ડ્રી, ઇલેક્શન બાઉન્ડ્રી, વોર્ડ ઓફિસ, પશુ ઉપદ્રવ નિયંત્રણ વિભાગ એનીમલ હોસ્ટેલ,ડોગ સેન્ટર અને પશુધન પોઇન્ટ, શિક્ષણ વિભાગ, શહેરની તમામ શાળાઓ, દબાણ હટાવ વિભાગ હોકર્સ ઝોન, શાકભાજી બજારો, જગ્યારોકાણ વિભાગ ઓડિટોરિયમ, કમ્યુનિટી હોલ્સ, રાજકોટ આઇ-વે પ્રોજેક્ટ, વાઇફાઇ પોઇંટ્સ, એલઇડી સ્ક્રીન, એન્વાય, ફાયર વિભાગ ફાયર સ્ટેશન્સ, ફાયર હાઇડ્રેન્ટ્સ, રેલ્વે નેટવર્ક, આરોગ્ય વિભાગ, શહેરી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, ઉદ્યાનો અને ગાર્ડન વિભાગ, ઉદ્યાનો અને બગીચાઓ, સંપત્તિ અને વ્યવસાયિક કર વિભાગ,
જીઓ કરેલા મિલકત, માર્ગ, ટ્રાફિક અને પરિવહન વિભાગ રસ્તાઓ, બીઆરટીએસ અને આરએમટીએસ બસ સ્ટોપ્સ, આરએમટીએસ પિકઅપ પોઇન્ટ્સ, બસ ડેપો, રોડ નેટવર્ક, બ્રિજ/નાલા/કલ્વરટ, સાયકલ શેરિંગ પોઇન્ટ્સ, પાર્કિંગ પ્લોટ, ટ્રાફિક સિગ્નલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, જાહેર શૌચાલયો, ખાતર ખાડાઓ, એનર્જી પ્લાન્ટ્સ, સી એન્ડ ડી વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લેન્ડ ફિલ સાઇટ્સ, એસડબલ્યુએમ વોર્ડ ઓફિસ, રમતગમત વિભાગ, સ્વિમિંગ પુલ, ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ, પાણી પુરવઠા વિભાગ વોટર પમ્પિંગ સ્ટેશનો,
જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, પાણી, પુરવઠા ભૂગર્ભ નેટવર્ક, ઇએસઆર અને જીએસઆર સ્ટોરેજ, ડ્રેનેજ વિભાગ, ગટરના પમ્પિંગ સ્ટેશનો, ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટ, ડ્રેનેજ ભૂગર્ભ નેટવર્ક, સ્ટોર્મ વોટર ડિપાર્ટમેન્ટ, ગટરના પમ્પિંગ સ્ટેશનો, ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટ, ડ્રેનેજ ભૂગર્ભ નેટવર્ક, ટાઉન પ્લાનિંગ વિભાગ,ટીપી સ્કીમ્સ, સિટી સર્વે બાઉન્ડ્રી એન્ડ નંબર, રેવન્યુ સર્વે બાઉન્ડ્રી એન્ડ નંબર, અસલ પ્લોટ વિગતો, અંતિમ પ્લોટ વિગતો, એફ-ફોર્મ વિગતો શહેરીજનોને આંગળીના ટેરવે મળશે.
આ સિટીઝન પોર્ટલ માટે શહેરના અંદાજે 4,000 કિલોમીટર જેટલા રસ્તાઓ તેમજ અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઓનો સર્વે કરવામાં આવ્યો છે.