બિઝનેસ રૂ. ૬,૫૭૩ કરોડ, થાપણ રૂ. ૪,૩૪૩ કરોડ અને ધિરાણ રૂ. ૨,૨૩૦ કરોડ
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેન્ક, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નું ‚ા. ૯૬.૪૪ કરોડનાં નફા સો રેકોર્ડબ્રેક પરિણામ આવેલ છે.
બેન્કના ચેરમેન નલિનભાઇ વસા અને વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલની સંયુક્ત યાદી મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૨૦૧૭નાં અન-ઓડિટેડ પરિણામો જોઇએ તો, ‘નફો રૂ. ૯૬.૪૪ કરોડ, બિઝનેશ રૂ. ૬,૫૭૩ કરોડ, થાપણ રૂ. ૪,૩૪૩ કરોડ અને ધિરાણ રૂ. ૨,૨૩૦ કરોડ નોંધાયેલ છે. નવા લક્ષ્યાંકોની સિદ્ધી બદલ સહુનો આભાર. બેન્કનાં નેટવર્કમાં મહારાષ્ટ્રમાં ૪ શાખા સો કુલ ૩૬ શાખા, ૨ એક્સટેન્શન કાઉન્ટર + ૨ ઓફસાઇટ એટીએમ કાર્યરત છે. ગ્રાહક સુવિધામાં વધારા સો મોબાઇલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગ (વ્યુ ઓન્લી) મોડ શ‚ કરાયેલો છે. બેન્કનું એટીએમ કમ શોપીંગ કાર્ડ દેશભરનાં ૨ લાખી વધુ એટીએમ અને પીઓએસમાં વપરાશ કરી શકાય છે. સી.ટી.એસ.,એન.ઇ.એફ.ટી., આર.ટી.જી.એસ.માં ડાયરેક્ટ મેમ્બરશીપ ધરાવે છે. છ દાયકાી વધુ સમયી જન વિશ્ર્વાસની આરાધના કરતી, આ ‘નાના માણસોની મોટી બેન્ક’ ૨,૭૨,૯૭૦થી વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવે છે અને છેલ્લા ૪ વર્ષથી (વ્યક્તિગત) સભાસદોને ‚ા. ૧ લાખનાં અકસ્માત વીમા કવચની ભેટ આપેલી છે. જાહેર શેર ભરણા માટે (આઇપીઓ) ભરનાર માટે બેન્ક આસ્બા સુવિધા ધરાવે છે. બેન્કનું બચત ખાતુ આધાર કાર્ડ સો લીન્ક કરી ગેસ સબસીડી જમા મેળવવાનો લાભ સેંકડો ખાતેદારો સરળતાી મેળવી રહ્યા છે. વિશેષમાં, નોટબંધીના કપરા સમયમાં બેન્કે ખાતેદારો માટે જ‚રી તમામ વ્યવસ કરી હતી. જેને ખાતેદારોએ અને સર્વેએ આવકારીને વખાણી હતી.’