- RBIની ગાઈડલાઈનનું યોગ્ય પાલન ન કરાતા નાગરિક બેંકને 43.30 લાખની પેનલ્ટી ફટકારાય
ભારતીય રિઝર્વ બેંકએ વિવિધ નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ પાંચ સહકારી બેંકો પર કુલ 60.3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBI જે સહકારી બેંકો પર દંડ લગાવ્યો છે તેમાં રાજકોટ સિટીઝન્સ કો-ઓપરેટિવ બેંક કે જે નાગરિક બેંકથી ઓળખાઈ છે તેને 43.30 લાખનો દંડ ફટકારયો હતો. રાજકોટ નાગરિક સહકારી બેંકે ડાયરેક્ટરો અને તેમના સંબંધીઓ અને જે પેઢીઓ/સંસ્થાઓમાં તેઓ રસ ધરાવે છે તેમને ફાયદો કરાવ્યો છે. RBIની સૂચનાઓનું પાલન ન કરવા બદલ બેંક પર 43.30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
બેન્કના ડાયરેક્ટરોની હિત ધરાવતી પેઢીઓને લોનની બેફામ વહેંચણી કરવા ઉપરાંત સેવિંગ ખાતા ખોલવામાં ગોટાળા અને ઈન ઓપરેટિવ ખાતાઓમાં પેનલ્ટી લાગુ કરવા જેવા કારણોસર આ આકરું કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઉપરાંત કેટલાક ઈન ઓપરેટીવ ખાતા હોવા છતાં બેન્ક દ્વારા મીનીમમ બેલેન્સ નહીં જાળવવાના નામે પેનલ્ટી ફટકારવામાં આવી હતી. બેંકના ડાયરેક્ટરોની પેઢીને લોન આપવામાં આવી હતી. બેન્ક ઉપરાંત આ ડાયરેક્ટર પેઢીમાં પણ ડાયરેક્ટર કે ટ્રસ્ટી હોવાનું સાબિત થયું હતું. આ સિવાય કેટલાક લાયકાત વગરના લોકોના બચત ખાતા નહીં ખોલવાની સુચના હોવા છતાં બેંક દ્વારા આવા ખાતા ખોલવામાં આવ્યા હતા.
સહકારી બેન્કોના સુત્રોએ જણાવ્યું હતું કે માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રભરની સહકારી બેન્કોના ઇતિહાસમાં આ સૌથી મોટામાં મોટી પેનલ્ટી હોવાની શક્યતા છે. આ પૂર્વે ગત વર્ષે પણ નાગરિક બેન્કને રીર્ઝવ બેન્કે 13 લાખની પેનલ્ટી ફટકારી હતી. ઇનોપોરેટિવ ખાતાઓમાં મિનિમમ બેલેન્સ નો પેનલ્ટી ચાર્જ ન લગાડવા ની વાત હતી જેમાં બેંકે 234 ખાતાઓમાં ઇન ઓપરેટિવ બેલેન્સ નો મિનિમમ ચાર્જ ફટકાર્યો હતો. ભાગીદારી પેઢી, ફેડરેશન, એસોસિએશન, સ્થાનિક સરકારી સંસ્થાઓ, સોસાયટીઓ તથા ટ્રસ્ટના ખાતાઓ માં સેવિંગ એકાઉન્ટ ન ખુલે અને માત્ર કરંટ અકાઉન્ટ જ ખુલી શકે આ અંગેની જોગવાઈ RBI દ્વારા કરવામાં આવેલી છે પરંતુ ઉપરોક્ત કેટેગરીની જો વાત કરવામાં આવે તો નાગરિક બેંકે 1047 ખાતાઓ હતા જે વર્ષો જૂના છે અને નિયમ અનુસાર તે ખાતાઓ બંધ પણ કરાયેલ છે અથવા તો તેને કરંટ ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા છે. આ તમામ ત્રણ પરિબળોને ધ્યાને લઈ RBI એ નાગરિક બેંકને 43.30 લાખની પેનલ્ટી ફટકારી છે.
નાગરિક બેંકના મીડિયા કોર્ડીનેટર અલ્પેશ મહેતાએ સંબોધિત પત્રકાર પરિષદ
રાજકોટ નાગરિક બેંકને RBI દ્વારા 43.30 લાખની પેનલ્ટી ફટકરવામાં આવી છે. આ પેનલ ટીને ધ્યાને લઈ નાગરિક બેંકના મીડિયા કોર્ડીનેટર અલ્પેશ મહેતાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાગીદારી પેઢી, ફેડરેશન, એસોસિએશન, સ્થાનિક સરકારી સંસ્થા, સોસાયટી અને ટ્રસ્ટ હોય તેના ખાતાઓ બચત ખાતા તરીકે ખુલતા નથી. નાગરિક બેંક 70 વર્ષ જૂની છે વર્ષો પહેલા બચત ખાતા ખૂલેલા હોય તે લોકોની સૂચના બાદ તેને કરંટ ખાતામાં ક્ધવર્ટ કર્યા હોય તે કારણસર પેનલ્ટી આવેલી છે. ઇનઓપરેટિવ ખાતું હોય તેમાં મિનિમમ બેલેન્સ રાખવાની હોય તેમાં બેંકે પેનલ્ટી આપેલી છે ઇનઓપરેટિવ ખાતામાં પેનલ્ટી લગાડવાની ન હોવાથી તેની પેનલ્ટી આપવામાં આવી છે. બેંકના ડિરેક્ટર હોય કે સગા સંબંધી સંસ્થા કે બિઝનેસ સાથે સંકળાયેલા હોય તેને લોન ન આપી શકાય. ત્યારે બેંકના મીડિયા કોર્ડીનેટર એ પણ બેંક દ્વારા થયેલી ભૂલને સ્વીકારી હતી અને આ અંગે ખુલાસો આપ્યો હતો.