બેન્કમાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર ડિફોલ્ટરને માટે સજા સો દાખલારૂપ ચુકાદો ધોરાજી કોર્ટે આપ્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ધોરાજી શાખામાંથી નૌશાદભાઇ તાજદીનભાઇ કચ્છીને ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ ખાતુ ડિફોલ્ટર (એનપીએ) થયું હતું અને ખાતેદારે આપેલ વસુલી રકમનો ચેક પરત ર્ફ્યો હતો.

જેથી બેન્કે તા. ૨૫/૦૭/૨૦૧૭માં ધોરાજીની નેગોશીયેલ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલ ર્ક્યો હતો. નૌશાદભાઇ તાજદીનભાઇ કચ્છીએ મૂળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી.

આથી, એડી. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ નામદારની કોર્ટે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ નૌશાદભાઇ તાજદીનભાઇ કચ્છીને બે માસની જેલની સજા અને ચેક રિટર્નનાં વળતર રૂપે રૂા. ૨૮,૦૨૧/-ની રકમ ચુકવવી. જો ન ચુકવે તો આરોપીને બીજા ૧ માસની જેલની સજા ફરમાવી હતી.ચેક રિટર્નનાં કેસની આ કામગીરીમાં બેન્ક વતી એડવોકેટ વાય. આર. જાડેજા, ફરિયાદી અમિતભાઇ જાટ હતા. ચેક રિર્ટનનાં કેસમાં બે માસની જેલની સજા અને વળતરનો ચુકાદો આવતાં બેન્કનાં અન્ય બાકીદારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.