ન કોઈ રાજનેતાઓને, ન કોઈ રાજકીય પક્ષોને, ન કોઈ હિન્દુને, ન મુસલમાનને ! ન અન્ય કોઈને

લોકસભાની ચૂંટણીનેલગતી ભૂલભલામણીઓ શરૂ થઈ ચૂકયા છે. અને કાવાદા વાઓનાં નવા નવા ઘાટ ઘડાવા લાગ્યા છે. ત્યારે ચકોર મતદારો મનોમન એવું વિચારતા થયા છે કે હાલના સાંસદોએ અને હાલના શાસકોએ તેમજ વહિવટ કર્તાઓએ દેશની આબરૂ વધારી છે કે દેશને અને સમાજને બેઆબરૂ કર્યા છે?

સુપ્રસિધ્ધ ગઝલસમ્રાટ અમૃત ઘાયલની બહુ જાણીતી ગઝલની પંકિત અહીં સૂક્ષ્મ ભાવે બંધ બેસતી આવે છે.નભલા કોણે કહ્યું કે આવ્યો છું બે આબ‚ થઈને? અરે, હું આબરૂ આખી સભાની લઈને આવ્યો છું!થ

એમને હાલની સંસદમાં જો આ પંકિત લલકારવાનું સૌભાગ્ય સાંપડયું હોત તો તે દેશવાસીઓની તાળીઓ અને હર્ષનાદ પામ્યો હોત !… અથવાતો હાલની સંસદને આવો લલકાર કરે એવા કોઈ એકાદેય સાંસદ સાંપડયા તો દેશની પ્રજાએ અને મીડિયાએ એમને નવાહવાહથના મોતીડે વધાવ્યા હોત !

હાલની લોકસભાની મૂદત પૂર્ણ થવાને ટાંકણે તથા લોકસભાની નવી ચૂંટણીના ચક્રાવા વખતે મતદાર ભાઈ બહેનોને આ પહેલાની ચૂંટણી ટાણે રાજકીય પક્ષો તેમજ રાજકીય નેતાઓએ તેમની ભાષાખોરી દરમ્યાન આપેલા મનમોહક વચનો યાદ આવ્યા વિના નહિ રહે અને તેમાંથી લગભગ બધા જ બનાવટી નીવડયાનો તથા પાળી બતાવવાને બદલે તેનું જ મોટા ભાગે પુનરાવર્તન કરવાની ઠગારી ચેષ્ટાઓ કરાતી હોવાનો ઘાટ ઘડાઈ રહ્યો છે.

નોકરીઓ અને રોજગારીને લગતા વચનો હમણા સુધી નહિ પાળી શકાતા હવે રાતોરાત હજારો લોકોને સ્કૂલોમાં નોકરીઓ આપવાનાં તઘલગી ફરમાનો કરવામાં આવી રહ્યા છે. અને તે સ્કુલો માટે વધુ બોજરૂપ તેમજ આર્થિક સંકટરૂપ બનવાની બૂમ ઉઠી રહી છે!

૧૯૪૭નાં ઓગષ્ટની પંદરમી તારીખે દેશને આઝાદી મળી તે દિવસે જ દેશના ભાગલાને લગતો વિવાદ તથા વિષાદ દેશવાસીઓએ અનુભવ્યો હતો. હિન્દુસ્તાનના લોકોની એક આંખમાં આઝાદી મળ્યાનો આનંદ ઉમંગ છલકતા હતા, પણ બીજી આંખમાં ભાગલાના વિષાદની ઘેરી છાયા હતી.

તે દિવસે મુસ્લીમ લઘુમતિની બાબતમાં આદેશ કોમી વિવાદના ચક્રાવે ચઢયો હતો. મુસ્લીમો આ દેશ માટે મોંઘી મૂડી જેવા બનશે કે સાપના ભારા જેવા બનશે એવા વિવાદથી અત્યારેય આપણો દેશ મૂકત હોવાનું જણાતું નથી. મુસ્લીમવાદી અને કટ્ટરપંથી ઈસ્લામિક રાષ્ટ્રોની ભારત વિરોધી શત્રુતા ભારતને પજવે છે.

કેટલાક ઈસ્લામિક રાષ્ટ્રોમાંથી મોટા પ્રમાણમાંનાણાનો પ્રવાહ છાની છૂપી રીતે આપણ રાષ્ટ્રમાં ઠલવાતો રહેવાની, આતંકી ભાંગફોડ પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય અર્થતંત્રને નબળુ પાડવાની અને અધતન શસ્ત્રો ખરીદવાજ પડે એ રીતે ભારતને લશ્કરી ખર્ચ હેઠળ દબાયેલું રાખીને ભારતની વિકાસ પ્રક્રિયાને વેગવંતી નહિ થવા દેવાની નીતિ અપનાવાઈ રહી છે.

અહી નવાઈની વાત તો એ પણ છે કે, આ દેશના શાસક પક્ષથી માંડીને જુદા જુદા આગેવાન રાજકીય પક્ષોએ પોતાના સંસ્થાકીય માળમાં ખાસ મુસ્લીમ સેલ સ્થાપ્યા છે. અને મુસ્લીમોનાં હિતોની જાળવણીની ખૂલ્લેઆમ બાંહેધરીઓ અપાઈ રહી છે. પ્રધાનમંડળ અને તેના મહત્વનાં પદો પર તેમને સ્થાન અપાયા કરે છે.

આરએસએસ પણ મુસ્લીમોનાં મતલક્ષી થાણાંભાણાં કરવાની ભાષા બોલ્યા કરે છે. રામ મંદિર નિર્માણને લગતો ઘંટારવ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વધુ ઘેરો અને ઘોંઘાટિયો બનાવવાની ચેષ્ટાઓ શરૂ થઈ ચૂકી છે.

મતિભ્રષ્ટતા, ભ્રષ્ટાચાર,લાંચરૂશ્વતખોરી, લાગવગશાહી, આપખુદશાહી અને તાનાશાહીએ કલ્પનામાં ન આવે એટલી હદે માથું ઉંચકયું છે. પક્ષાંતર, રાજકીય દગાબાજી, પ્રધાનપદની રીતસર ખરીદી, કીર્તિ તથા વાહવાહન લેવડદેવડ, ખુશામત ખોરી વગેરે બધામાં અનેક ગણોવધારો થયો છે. મતલક્ષી કાર્યક્રમો માટે સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓનો દૂ‚પયોગ અને ધનના કોથળાઓની લ્હાણી આ દેશની રાજકીય નૈતિકતાનું ગળુ ઘોંટી ચૂકી છે.

સીનિયર સીટીઝનો, યુવકો-યુવતીઓ અને ગામડાઓની પૂરેપૂરી વસ્તીની હાલાકીઓ અને હતાશા અસહ્ય બન્યા હોવાનું હવે કોઈથી અજાણ રહ્યું નથી. સંઘર્ષનાં અને હીન સ્તરનાં વ્યકિતગત આક્ષેપોએ આપણા દેશની સંસ્કૃતિને અને સંસ્કારને લોહીલોહાણ કરી મૂકયા છે.

આ દેશની સ્વતંત્રતા હોડમાં મૂકાઈ છે. એની હાલત દ્રૌપદી જેવી થવાનાં ચિહનો નજરે પડે છે.રાજકીય હેવાનિયત અને રાજગાદીના સંમોહને આ દેશને નવેચાઉથની સ્થિતિમાં મૂકી દીધો છે. એને વેચવાનો કોઈને હકક નથી.દેશને બેઆબ‚ કરવાની કોઈને છૂટ ન હોઈ શકે… ન કોઈ હિન્દુને, ન કોઈ મુસલમાનને, ન કોઈ અન્યને !…

ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ ન હિન્દુને, ન મુસલમાનને કે ન કોઈને ન ધર્માંધ બનવાની તથા સત્તા અને રાજગાદી માટે અંઘ બનવાની છૂટ લેતા રોકે તેમજ નિરંકુશ થવા ન દે તો જ સ્વતંત્રતા અને સ્વાધિનતા આબરૂભેર ટકી રહી શકશે ! આ અંગે સવા અબજની પ્રજાએ ચોકી કર્યા વિના નહિ ચાલે !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.