અબતક, નવી દિલ્હી
કેન્દ્ર સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં 500 સ્વસ્થ શહેર એટલે કે હેલ્ધી સિટી બનાવવાનો નિર્ધાર કર્યો છે જે કાર્ય રાજ્ય અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને કરશે. આ કાર્ય સુચારુ રૂપથી આગળ વધી શકે તે માટે ખાલી પડેલી 8000 જેટલી ટાઉન પ્લાનરની જગ્યા ભરવામાં આવશે.
આ કાર્ય પાછળ સરકારનો મુખ્ય હેતુ એ છે કે કોરોના કાળમાં દેશ અને બીપીન રાજ્યોએ સ્વાસ્થ્ય માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની ઉણપ સૌથી વધુ પ્રમાણમાં જોઈ હતી જે આગામી દિવસોમાં દેશ માટે આપત્તિ રૂપ ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા જે હેલ્થી સિટી બનાવવામાં આવશે તેમાં સંપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રહેશે. નીતિ આયોગના જણાવ્યા અનુસાર દેશમાં રોકાણ ની સંખ્યા ખૂબ જ વધુ છે છતાં પણ જે તે શહેર અને જે તે રાજ્ય ઘણી તકલીફો નો સામનો કરવો પડી રહ્યો છે જેના પરિણામે ગ્લોબલ રેન્કિંગ ધરાવતા 50 શહેરોમાં ભારતનું નામ નથી જે ખરા અથવા ચિંતાનો વિષય છે.
અર્બન પ્લાનિંગ કમિટીએ દેશમાં 500 હેલ્ધી સિટી બનાવવાની ભલામણ કરી
કોરોનાના સમયમાં અનેક દયયિ શહેરોએ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે જેમાં સર્વિસ લેન્ડ ની અછત, ટ્રાફિક સમસ્યા, અપૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હવા પ્રદૂષણ, પાણીની અછત સહિત અનેક ત્યારે જે 500 હેલ્ધી શહેરો બનાવવાની જે સરકારની યોજના છે તેનાથી અનેક પ્રશ્નો નું નિવારણ આવી શકશે.
બીજી તરફ ટાઉન પ્લાનર અધિકારીઓની પણ અછત સૌથી વધુ જોવા મળી રહી છે ત્યારે આગામી ત્રણ વર્ષથી લઇ પાંચ વર્ષ સુધીમાં આ ખાલી પડેલી જગ્યા ભરવામાં આવે તો અનેક પ્રશ્નોનું નિવારણ શક્ય બનશે.