તા.૩૦મી સુધી અવનવી વસ્તુઓનું થશે પ્રદર્શન: વિવિધ કંપનીઓના સ્ટોલ ઉપલબ્ધ
રેસકોર્ષ ખાતે ચાલી રહેલા વેકેશન ટ્રેડફેન ૨૦૧૭નું રરમીએ ઉદધાટન કરવામાં આવ્યું હતું. આ વેકેશન ટ્રેડફેર આગામી ૩૦મી સુધી દરરોજ સાંજે ૪ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લો મુકવામાં આવશે આ ટ્રેડફેરમાં મોટી મોટી કંપનીઓએ ભાગ લીધો છે. અને અવનવી વસ્તુઓના પ્રદર્શન થઇ રહ્યા છે આ ટ્રેડફેરના આયોજક હિતેશ દોશી, કૃષ્ણસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાએ રીબીન કાપીને આ વેકેશન ટ્રેડફેરનો શુભારંભ કરાવ્યો હતો.
અતુલ મોટર્સના વિશાલ સોલંકીએ કહ્યું હતું કે, અમે અહી એટલા માટે ઇવેન્ટ કર્યુ છે. કારણ કે અહીં વધારે પડતા માણસોને હાઇલાઇટ થાય કે અતુલ મોટર્સ કરીને છે કોઇને ત્યા આવવાનો સમય ન મળે તેથી અત્યારે વેકેશનના સમયમાં લોકો અહી આવીને ગાડી વિશે સંપૂર્ણ માહીતી મેળવી શકે, આમા કેટલીક ટેકનોલોજી આવેલી છે. સેલેરીઓમાં, વેગેનારમાં, કેટેનમાં ઓટો ગીયર શિફટીંગ આવે છે. અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે તેથી લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
મેગા નમક્ધિસ એન્ડ ડ્રાઇ પ્રોડકટસ પ્રાઇવેટ લીમીટેડના ડાયરેકટર જીતેશભાઇએ જણાવ્યું હતું કે મારી બ્રાન્ડનુ નામ મધરર્સ કિચન્સ છે અમને આ ટ્રેડ ફેરથી ખુબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અમે ડ્રાઇ ઢોસા, ટોમેટોઝ, ક્રિમન ઓનિયન, ચીઝ મનચુરીયન અને સાંભાર અમે બનાવીએ છીએ. અને કાલે રવિવાર ઘણા લોકોએ અહીં મુલાકાત લીધી હતી.
આઇ.એફ.બી. એમ્પ્લોય હરસુખ પુરાણીએ કહ્યું હતું કે, અમે અહીં આઇ.એફ.બી. નું ટ્રેડ બેક કરીએ છીએ આઇ.એફ.બી. એથ્લે વોસિંગ મશીનની જુનામા જુની અને સારામાં સારુ નામ છે.અમારી કંપની અત્યારે આઇ.એફ.બી. ફન્ટ લોડ સાથે ટોપલોડ, એસી, ડીસોસ ડ્રાઇવ માઇક્રીન અને અત્યારે નવું નવું કિચન અપ્લાયરએ પણ લોન્ચ કર્યુ છે. અત્યારે અમારી કંપનીનું વાઇલ લોન્ચ છે આવા ટ્રેડ ફેરથી અમને ખુબ જ પ્રતિસાદ મળે છે આવા ટ્રેડ શોથી કસ્ટમર અને સેલીંગ વધે છે.