નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય વિધાનગૃહમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની બજેટની રૂ. 4,894 કરોડની માગણીઓ ઉપરની ચર્ચાનો જવાબ આપતાં એવું જાહેર કર્યું હતું કે, રાજ્યમાં વસતી વધારાના લીધે ગંભીર બનતી ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા ઘટાડવાના ભાગરૂપે રાજ્યની 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં 54 અને નગરપાલિકા વિસ્તારોમાં 21 મળીને કુલ 75 ફ્લાય ઑવર તથા 37 રેલવે ફાટકો ઉપર ઓવરબ્રિજ- અંડરપાસ બનાવવામાં આવશે.

રૂ.350 કરોડના ખર્ચવાળા આ કામો ચાલુ વર્ષથી શરૂ થશે અને ત્રણ વર્ષમાં પૂરા થશે, તદુપરાંત શહેરોની આસપાસના તથા આઉટગ્રોથ વિસ્તારોમાં પણ પાણી, રસ્તા, સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ વગેરે કામો માટે રૂ. 250 કરોડની ખાસ ફાળવણી કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.