એન્ટી યુએવી ડિફેન્સ સિસ્ટમ દૂરથી પણ ડ્રોનની કંપની અને મેન્યુફેકચરનાં દેશને ઓળખી ઓટોમેટીક ફાયરીંગ કરવા સક્ષમ
ગેરકાયદેસર ઉડતા ડ્રોનને કાબુમાં લેવા સુરક્ષાના ભાગરૂપે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિકયોરીટી ફોર્સે અમેરિકા અને ઈઝરાયલી ટેકનોલોજીનો સહારો લેવાનો નિર્ણય લીધો છે. જેથી મંજૂરી વગર ઉડતા ડ્રોનને કાબુમાં લઈ શકાશે. આ ટેકનોલોજીહાલ ઈઝરાયલ, ફ્રાન્સ, લંડન અને અમેરિકામાં વાપરવામા આવે છે.જેને એન્ટી યુએવી ડિફેન્સ સિસ્ટમ, કહેવામાં આવે છે.જે ગેરકાયદેસર ડ્રોનને ટ્રેક કરવાની સાથે તેનો વિનાશ કરી નાખશે.
એર ટ્રાફીકને હેરાનગતી વિના આ ઓટો મેટેડ સિસ્ટમ લાંબી રેન્જની રડાર સર્વિલન્સ ધરાવે છે. જે નિર્ધારીત દુરીથી પણ ડ્રોનના નિર્માણની કંપનીને ઓળખી તેમાં ફાયરીંગ પણ કરી શકશે. સીઆઈએસએફના જનરલ ડાયરેકટરે જણાવ્યું હતુકે આ ટેકનોલોજી એ પણ ઓલખી શકે છે કે હવામાં પક્ષી છે કે ડ્રોન, ઉલ્લેખનીય છે કે સીઆઈએસઈ દેશની ટોપમોસ્ટ એવિએશન સિકયોરીટી ફોર્સ છે. જે ૬૦ એરપોર્ટને સુરક્ષા પ્રદાન કરે છે. વિજ્ઞાન ભવનમાં ૧૮ દેશોનાં પ્રતિનિધિઓ સાથેની આંતરરાષ્ટ્રીય બેઠકમાં સુરક્ષામાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
સીઆઈએસએફે ટેકનોલોજી અંગે રસ દર્શાવ્યો હતો. હવે અમુક પ્રકારનાં ટેસ્ટ બાદ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે રજને વધુમાં ઉમેર્યું હતુ કે વિકાસશીલ દેશ ભારતમાં હવે સુરક્ષા અંગે મોર્ડન ટેકનોલોજીને લાવવું ખૂબજ જરૂરી છે.