જામનગર-રાજકોટ હાઈવે ઉપર આવેલું મોવૈયા સર્કલ પાસે મુસાફરોની સતત અવર-જવર તેમજ આ જગ્યા ઉપર વાહનોમાંથી ઉતરતા મુસાફરો તેમજ વાહનોની રાહ જોતા મુસાફરોને કલાકો સુધી તડકામાં ઉભુ રહેવું પડતું હોય તેમજ વાહનોની ધુળ ધુવાળા પણ સહન કરવા પડે છે.
જેના કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ પડે છે ત્યારે આ દિશામાં એસ.ટી.બસ સ્ટેન્ડ ઉભુ કરવા માટે સહિયારા પ્રયાસ કરવા જોઈએ. આ વિસ્તાર ટ્રાફિકથી સતત ધમધમતું હોય ત્યારે લોકોને રસ્તો પસાર કરવામાં પણ મહા મુસીબતનો સામનો કરવો પડે છે અને આ રસ્તા ઉપર અકસ્માતનો સીલસીલો યથાવત સ્થિતિમાં રોજેરોજ ચાલુ રહેતો હોય આ હાઈવે ઉપર અસંખ્ય વાહન વ્યવહારનો અકસ્માતમાં સિલસિલામાં ઘણા નિર્દોષ લોકો મોતના ખપ્પરમાં હોમાય જાય છે ત્યારે આ હાઈવેની ઉપર કોઈ ટ્રાફિક પોલીસ વ્યવસ્થા છે નહી જેના કારણે આ વાહન ચાલકો ફાટીને ધુવાડે ગયા છે જેને કંટ્રોલમાં લેવા માટે જવાબદાર તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થાનું આયોજન કરેલ નથી જે બાબત પ્રજા સ્વીકાર કરી રહી છે તો જવાબદારો દ્વારા જરૂરી એકશન પ્લાન ઘડી આ હાઈવે ઉપર મુસાફરોને ઉભુ રહેવાની વ્યવસ્થા કરી ટ્રાફિક વ્યવસ્થા તેમજ ટ્રાફિક પોલીસ મુકી આ પ્રશ્ર્ને તુરંત નિવારણ લાવવું એવું પ્રજા ઈચ્છી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,