આખરે ક્યાં સુધી મલ્ટીપ્લેક્સોના ફૂડકોર્ટમાં વેંચાતી વસ્તુઓથી ઉઘાડી લૂંટ ચાલશે?
રાજ્યભરના તમામ મલ્ટીપ્લેક્સોમાં બહારનો ખોરાક લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે સુરતના અરજદાર સંજીવ એઝહાવા અને અર્પિત શુક્લાએ આ અંગે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જોકે કેટલાક વર્ષોથી આ પ્રકારે પોતાનો ખોરાક સિનેમા ઘરોમાં લઇ જવાની મનાઇ છે. ગુજરાત સિનેમા રૂલ્સ-૨૦૧૪ અંતર્ગત પણ આ પ્રકારનો કોઇ પ્રાવધાન નથી.
અરજદારની માંગ મુજબ મલ્ટીપ્લેક્સોમાં બહારનો ખોરાક લઇ જવાની છૂટ હોવી જોઇએ. કારણકે સિનેમાઘરોના પરિસરમાં રહેલા ફૂડકોર્ટમાં એમઆરપી કિંમતોથી વધુ ભાવનો સામાન વેંચવામાં આવે છે. અને આમ મલ્ટીપ્લેક્સોમાં મનોરંજન માટે આવતા લોકો પાસેથી ઉઘાડી લૂંટ આદરવામાં આવે છે.જોકે સમયાંતરે આ અંગે વિરોધવંટોળ થયો છે. પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી ન થતા અરજદારે ગુજરાત હાઇકોર્ટને જનહિતની અરજી કરીને ન્યાયની માંગ કરી છે.
મૂડીરોકાણ માટે ખાદ્ય પદાર્થો અને પાણીની બોટલ લઇને મલ્ટીપ્લેક્સોમાં જવા પર પ્રતિબંધને લઇને પીઆઇએલ દ્વારા અપવાદને લેવામાં આવ્યો છે. અરજદારના દાવા મુજબ સિનેમાઘરોની અંદરના ફૂડકોર્ટમાં વધુ કિંમતોના ખોરાકનું વેંચાણ કરવામાં આવે છે અને લોકોને લૂંટવામાં આવે છે. તેથી સત્તાધિકારીઓએ એચ.સી. દિશાઓની માગ કરી હતી.
જન્કફૂડને અતિરિક્ત દરે વેંચવાથી પૈસા કમાવી રહેલા સત્તાધારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અને આ અંગે કોઇ કાયદાકીય ધોરણે પણ જોગવાઇ નથી.વધુમાં તેમણે જણાવ્યું કે, મનોરંજન માટે ટેક્સ માત્ર જીએસટી પૂરતુ સિમીત નથી, સત્તાવાળા લોકોના હિતમાં કાયદાનું અમલીકરણ કરી ગેરકાયદેસર વ્યવહારને અટકાવવો જોઇએ. હાઇકોર્ટે આગામી સપ્તાહે આ પીઆઇએલની સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.