સો ટકા ક્ષમતા સાથે આજથી થિયેટરો અને સ્વિમિંગ પુલો ધમધમશે; સંચાલકોને મોટી રાહત
અક્ષય કુમારની ફિલ્મ સુર્યવંશી, હોલીવુડ ફિલ્મ ટોમ એન્ડ ઝેરી, ગોડજિલા વર્સિસ કોન્ગ રીલીઝ માટે તૈયાર
કોરોના વાયરસના કારણે વિશ્ર્વભરમાં છવાયેલી મહામારીમાંથી મુકત થવા વિશ્ર્વના દરેક દેશ, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વૈજ્ઞાનિકો અવિરત પ્રયાસોમાં જુડયા છે. ભારત સહિતના મોટાભાગનાં દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરથી શરૂ થઈ ગઈ છે. ભારતમાં કોરોના કેસો પણ એકંદરે ઘટયા છે. તો મૃત્યુદર ઘટવાની સાથે રીકવરી રેટ વધ્યો છે. કોરોનાને કળ વળતા ધીમેધીમે તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓ ફરી ધમધમતી થઈ ગઈ છે. ત્યારે સરકારે નવી ગાઈડલાઈનમાં ઘણી છૂટછાટ આપતા આજથી સિનેમા ઘરો, સ્વિમીંગ પૂલો પુરી ક્ષમતા સાથે પૂન: ધમધમતા થશે. મૂવી ચાહકોની સાથે પૂન: ધમધમતા થશે. મૂવી ચાહકોની સાથે થિયેટર સંચાલકો અને બોલીવુડ દિગ્દર્શકો માટે આ મોટી રાહત રૂપ સમાચાર છે. સો ટકા કેપેસીટી સાથે સીનેમા ઘરો તો આજથી ખૂલ્યા છે. પણ મનોરંજનના પોટલો સમાન નવી ફિલ્મો કયારે આવશે?? આગામી કઈ ફિલ્મ ધુમ મચાવશે??
સરકાર તરફથીછૂટ મળ્યા બાદ હવે, સીનેમા ઘર સંચાલકોને નવી ફિલ્મના રીલીઝ થવાની રાહ છે. જોકે, હાલ મેડમ ચીફ મીનીસ્ટર, વોન્ડર વુમન ૧૯૮૪, ચાલ જીવી લઈએ, તારી યાદમાં જીંદગી જવાની વગેરે બોલીવુડ, ઢોલીવુડની મૂવીના શોઝ થીયેટરોમાં ચાલુ છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડીયા દરમિયાન પોલીવુડ ફિલ્મ ‘પાની ચ મદાની’ હોલીવુડ ફિલ્મ ટોમ એન્ડ ઝેરીની રીલીઝ તારીખો જાહેર થશે.માર્ચ માસના બીજા અઠવાડિયામાં પોલીવુડ ફિલ્મ પવાડા, જુલાઈના બીજા અઠવાડિયામાં કેજીએફ રીલીઝ થવા તૈયાર છે. આ બધી ફિલ્મની સાથે અન્ય ઘણી ફિલ્મોની રીલીઝ ડેટ પણ જાહેર થશે. ઉલ્લેખનીય છેકે, લોકડાઉન દરમિયાન લગભગ સાત મહિના માટે સિનેમા ઘરો, હોલ બંધ રહેતા મૂવી ચાહકોએ મોટા પડદા પર મૂવી મનોરંજન મીસ કરેલું.પરંતુ હવે, ૧૦૦ ટકા કેપેસીટી સાથે થીયેટરોને ખોલવાની મંજૂરી મળી ગઈ છે. અત્યાર સુધી ૫૦ ટકા ક્ષમતાની સાથે એક સીટ છોડી એક સીટ પર પ્રેક્ષકોને બેસાડવામાં આવતા હતા તો કોરોનાકાળમાં કોઈ નવી ફિલ્મ રીલીઝ પણ ન થતા સિનેમા સંચાલકોને મોટો ફટકો પડયો હતો.