સિગારેટના ભાવો જીએસટીના પગલે ૪ થી ૮ ટકા વધારવામાં આવશે એવી જાહેરાત ગઇકાલે જીએસટી કાઉન્સીલ દ્વારા કરવામાં આવી હતી. જીએસટી ના નવા ધારાધોરણો પ્રમાણે કલાસીક અને ગોલ્ડફલેક જેવી સિગારેટ બ્રાન્ડને ભાવવધારો લાગુ પડતા ફુંકણીયાઓ માટે માઠા સમાચાર કહી શકાય.

સિગારેટ બનાવતી મોટી કંપનીઓ ભારતમાં વેચાણ કરે છે. જેઓ દ્વારા ૨૫ વિવિધ પેકેટ અને સાઇઝમાં વિવિધ પ્રકારની સિગારેટો પ્રસિઘ્ધ બ્રાન્ડ કલાસિક, ગોલ્ડ ફલેક, નેવીકટ, બ્રિસ્ટોલ, ફલેક સીઝર અને કેપસ્ટનના નામે બજારમાં વેંચાતી મળે છે. જેમાં સિગારેટો પર ભાવ વધારો કેટલા પ્રમાણમાં લાગુ પડશે તે જોઇએ તો કલાસિક અને ગોલ્ડફલેટ કિંગ ની એ-૨૦ સિગારેટ પેકની કિંમત ૨૭૮ થી વધારીને ૩૦૦ રૂથઇ છે. તેમજ ૧૦ સિગારેટના નેવીકટ ફિલ્ટર પેકના ભાવ ૮૯ રૂ થી વધીને ૯૪ રૂ. કરવામાં આવશે જયારે ગોલ્ડ ફલેક સ્પેશિયલ ફીલ્ટર ના ૧૦ સિગારેટ ના પેકેટ પર ૨ રૂ વધારો લાગુ કરવામાં આવશે. ધુમ્રપાન કરનારાઓને હવે છાપેલી એમઆરપી કરતાં વધારે ભાવ ચુકવવા પડશે.

કેટલાક છુટક વેપારીઓ દ્વારા પ્રિમીયમ પર છાપેલી કિંમત કરતાં વધારે ભાવો વસુલવામાં આવ્યા હોવાની ફરીયાદ પહેલેથી જ ઉઠી હતી. કારણ કે તેઓ સાચવણી અને હેરફેર માટેનો ચાર્જ તેમની પાસેથી વસુલશે છુટક વેપારીઓના મતે જથ્થાબંધ વેપારીઓ અને સ્ટોકિસ્ટો દ્વારા જીએસટીની અસર ના પગલે માલનો પુરવઠો ઘટાડી દેવામાં આવ્યો હતો. જયારે કેટલાક છુટક વેપારીઓ દ્વારા તેમને આ રીતે ભાવવધારો કરવાની ફરજ પડી હોય ગ્રાહકોને ઉંચા ભાવે વેંચાણ કયુર્ં હતું. ગત અઠવાડિયામાં જીએસટી કાઉન્સિલ દ્વારા સિગારેટ પરનો સેસ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે જીએસટી સિવાયના સરકાર દ્વારા નાણાવસુલી બ્રોકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓના જણાવ્યા પ્રમાણે જીએસટી દ્વારા ૧૧ થી ૧૫ ટકા કર લાગુ કરી વધારો થયો તે મળીને સરકાર દ્વારા સિગારેટ ઈન્ડસ્ટ્રી પર કુલ છ વખત ભાવ વધારીને આ વધારો ૨૧ ટકા ઝીંકાયો હતો.શેર હોલ્ડરો દ્વારા આ ટીસીના ભાવવધારાને સકારાત્મક રીતે મુલવવામાં આવ્યો છે.

કારણકે તેના કારણે શેરના ભાવો પણ ૧.૬ ટકા ઉંચકાતા બોમ્બે સ્ટોક એકસચેન્જ ગઈકાલે ‚ા.૨૯૩.૨૦ સાથે બંધ થયા હતા અને સેન્સેકસ ૦.૭ ટકા ઉંચકાયો હતો. વિશ્ર્લેષકોના મતે આઈટીસીની સિગારેટની કિંમતો વધશે પણ વેંચાણમાં ૫ ટકા ઘટાડો થશે.જેના પગલે ફુંકણીયાઓ ભાવ વધારાના કારણે ઓછી સિગારેટો ખરીદશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.