સેક્સટોર્શનથી બચવા ‘સાયલન્સ અનનોવન કોલર્સ’ ફીચર અપનાવવા સલાહ

સોશિયલ મીડિયા પર સેક્સટોર્શનિસ્ટ અને સ્કેમર્સનો ભોગ બનતા ભોળા નાગરિકો માટે રાહતના સંકેતો સાથે ગુજરાત સીઆઈડી ક્રાઈમના સાયબર સેલે સ્માર્ટફોન વપરાશકર્તાઓને તેમના ઉપકરણો પર ચોક્કસ સુરક્ષા સુવિધાઓ સક્રિય કરવા અને સાયબર અપરાધીઓથી દૂર રહેવા વિનંતી કરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂનમાં વોટ્સઅપએ ‘સાઇલેન્સ અનનોન કૉલર્સ’ અને ‘પ્રાઇવસી ચેકઅપ’ રજૂ કર્યા હતા જે વપરાશકર્તાઓને તેમના ઉપકરણો પર વધુ નિયંત્રણ આપે છે. તેઓ ગુજરાત સીઆઈડી (ક્રાઈમ) ના સાયબર ક્રાઈમ સેલ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘હેક’ સાયબર અવેરનેસ ડ્રાઈવના ભાગરૂપે આ સલાહ આપવામાં આવી છે.

‘સાયલન્સ અનનોન કૉલર્સ’ ફીચર તમને એવા લોકોના ઇનકમિંગ કૉલ્સને અવગણવાની મંજૂરી આપે છે જેને તમે ઓળખતા ન હોય. જેથી સ્કેમર્સને તમારા ડિવાઇસની ઍક્સેસનો ઇનકાર કરી શકાય. આ કૉલ્સની રિંગ વાગશે નહીં, પરંતુ નંબરો તમારી કૉલ લિસ્ટમાં દેખાશે અને નોટિફિકેશનમાં જો તમે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ હોવાનું બહાર આવ્યું હોય તો તમે તેને કોલ કરી શકશો તેવું ગુજરાત સીઆઈડી (ક્રાઇમ)ના સાયબર ક્રાઇમ સેલના સબ ઇન્સ્પેક્ટર ધવલ શુકલે જણાવ્યું હતું.

વોટ્સઅપની બીજી પ્રોટેક્શન ફીચર ‘પ્રાઇવસી ચેકઅપ’ છે જે યુઝર્સને તેઓ ઇચ્છે છે તે સુરક્ષાના સ્તરને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે. વપરાશકર્તાને કોણ સંપર્ક કરી શકે છે તે પસંદ કરવાની મંજૂરી આપે છે, જેનાથી ડેટા ગોપનીયતા મજબૂત બને છે.

વોટ્સઅપ કોલ ફીચર સાયબર અપરાધીઓ માટે મહત્વનું માધ્યમ છે. સ્કેમર આંતરરાષ્ટ્રીય નંબરનો ઉપયોગ કરે છે, જે સામાન્ય રીતે +254, +84, +63 અથવા અન્યથી શરૂ થાય છે. આ કેન્યા, વિયેતનામ અને ફિલિપાઈન્સ માટે દેશના કોડ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.