- 11 હજાર જેટલા રોકાણકારોએ કર્યું હતું રોકાણ જેની એન્ટ્રી bztrade.in દરરોજ કરવામાં આવતી હતી
- BZ ગ્રુપના મુખ્ય એજન્ટોના નંબરો અને વોટ્સ એપ ચેટની વિગતો મળી આવી
- ભુપેન્દ્ર ઝાલાએ અંદાજે 17થી 18 મિલકતો વસાવી હોવાની વિગત પણ રીમાન્ડ દરમ્યાન જણાવી
- BZ Scam: 100 લોકોના નિવેદન…100 કરોડથી વધુની મિલકત,CID ક્રાઇમે ખોલી ઝાલાની કુંડળી
BZ ગ્રુપ દ્વારા લોકોને પૈસા ડબલ કરવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કેસના માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે.
BZ scam : મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ સીઆઈડી ક્રાઈમ દ્વારા વિવિધ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઈમના પરિક્ષીતા રાઠોડે જણાવ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કંપની શરૂ કરી ગેરરિટી કરી હતી. તેણે અલગ સર્વર ચાલું કર્યું હતું. આ ઘટનાની તપાસમાં એફએસએલની મદદ પણ લેવામાં આવી છે. CID ક્રાઈમે જણાવ્યું કે ઝાલાની સ્કીમમાં 11000 લોકોએ રોકાણ કર્યું છે. મહેસાણા, હિંમતનગર, અમરેલી સહિતના વિસ્તારોમાંથી રોકાણ થયું છે. તેમણે કહ્યું કે 100 કરોડ રૂપિયા આપવાના બાકી છે.
મળતી માહિતી મુજબ, BZ ગ્રૂપ કૌભાંડને લઇ CID ક્રાઇમની તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં પોલીસને મહત્વની કડીઓ મળી છે. તેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક રોકાણકારોના નામ પોલીસ સમક્ષ મુક્યા છે. જેમાં BZ ફાઈનાન્સમાં મોટું રોકાણ કરનાર રોકાણકારોના નામ સામે આવ્યા છે. તેમાં એક કરોડ અને તેથી વધુનું રોકાણ કરનારના નામ પોલીસને મળ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો. તથા ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોબાઈલમાંથી પોલીસને વધુ પૂરાવા મળી શકે છે. તેમજ પોલીસે હજુ સાત બેંક ખાતાની વિગતો મગાવી છે. તેમાં અલગ-અલગ સાત બેંક ખાતાઓમાં નાણાંની હેરાફેરીની વિગતો ખુલી છે.
બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પૂછપરછમાં રોકાણની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રોકાણકારોની વિગતો ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામાં આવતી હતી. આ BZTRADE.in ના ડેટા મેળવતા BZ GROUP માં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગત મળી આવી છે.
આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિરૂદ્ધમાં 27 નવેમ્બર 2024ના રોજ ફરીયાદ દાખલ થઇ તે દિવસે મધ્યપ્રદેશ બગલામુખી ખાતે ગયો હતો અને ત્યાંથી પોતાના ફોન સ્વીચ ઓફ કરીને રાજસ્થાનમાં આશરે 15 દિવસ રોકાયો હતો. ત્યારબાદ તેના અન્ય સાગરીતનો સંપર્ક કરી મહેસાણા જીલ્લાના દવાડા ગામ ખાતે ફાર્મ હાઉસ પર આશરે 14 દિવસ રોકાયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.
100થી વધુ લોકોના નિવેદન લીધાઃ પરીક્ષિતા રાઠોડ
BZ ગ્રૂપ કૌભાંડને લઇ CID ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ સાથે અનેક ખુલાસાઓ થયા છે. આ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સ્કેમને લઇ 100થી વધુ લોકોના નિવેદન લીધા છે. આ સ્કેમમાં ગુજરાતના અનેક જિલ્લા સહિત અન્ય રાજ્યોમાં પણ BZ ગ્રૂપના એજ્ન્ટો એકના ડબ્બલની રોકાણકારને લાલચ આપીને સ્કેમ કરતા હતા.
100 કરોડથી વધુની મિલકત વસાવી
BZ ફાઈનાન્સમાં મોટું રોકાણ કરનાર રોકાણકારોના નામ સામે આવ્યા છે. તેમાં એક કરોડ અને તેથી વધુનું રોકાણ કરનારના નામ પોલીસને મળ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો. CID ક્રાઇમે જણાવ્યું હતું કે, આ મહાઠગે 100 કરોડથી વધુની મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે. પરિવારના નામે જે સંપત્તિ છે તેની તપાસ ચાલુ છે. આ સાથે ડિજિટલ કરન્સી અંગે તપાસ ચાલે રહી છે તેવું CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું.
એજન્ટોના રોલની તપાસ થશે
CID ક્રાઇમની તપાસમાં BZ ગ્રૂપ કૌભાંડના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટોના રોલની તપાસનો ધમમાટ શરૂ કરવામાં આવશે. CID ક્રાઇમની પ્રેસમાં પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, આ ભૂપેન્દ્ર ઝાલાએ અનેક રોકાણકારોને ફસાવ્યા છે. અનેકવાર BZ ગ્રૂપના એજન્ટો રોકાણકારોને ધમકાવતા હતા અને ફરિયાદ ન કરવા ધાક ધમકી આપતા હતા, જોકે એવા અનેક રોકાણકારો છે જે આ કૌભાંડ અંગે ફરિયાદો નોંધાવી છે. હવે BZ ગ્રૂપના એજન્ટોના રોલની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે એજન્ટોના રોકાણ છે તેમને બોલાવ્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવશે.
મહિલા પોલીસ અધિકારી મુદ્દે હજૂ કોઇ પુરાવા નથી
BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા જિલ્લાનાં વિસનગરનાં દવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાને મદદ કરનાર સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફાર્મ હાઉસમાં જે મહિલા પોલીસ અધિકારી મુદ્દે હજૂ કોઇ પુરાવા નથી મળ્યા તે અંગે CID ક્રાઇમ તપાસ કરી રહી છે.
3 ક્રિકેટરોના રોકાણો પર CID ક્રાઇમની તપાસ
BZ ગ્રૂપ કૌભાંડ અંગે CID ક્રાઇમની તપાસમાં ક્રિકેટરોના રોકાણો પર પરીક્ષિતા રાઠોડનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં રોકાણ કરવામાં 3 નામો જે સામે આવ્યા હતાં એમની તપાસ ચાલુ છે. BZ ગ્રૂપમાં 10 લાખથી વધુનું રોકાણ એક ક્રિકેટરે કર્યું છે. જરૂર પડશે તો એમને પણ તપાસમા બોલાવશે. 10 રોકાણકારોનું 1 – 1 કરોડ જેટલું રોકાણ કર્યું હોવાની વિગતો મળી છે. 6000 કરોડની ફરિયાદ થઇ પણ 450 કરોડનું પગેરૂં મળ્યું છે.
રાજકીય બાબતો ધ્યાને આવશે તો
પરીક્ષિતા રાઠોડે BZ ગ્રૂપ કૌભાંડ અંગે વધુમાં જણાવ્યું હતું કે, IPS અધિકારીઓના રોકાણ અંગે કોઇ પુરાવા મળ્યા નથી, BZ ગ્રૂપ કૌભાંડ અંગે કોઈ રાજકીય બાબતો ધ્યાને આવેલ નથી. જો કોઇ રાજકીય પરિબળ સપડાયેલ હશે તો તેને સાખી લેવામાં નથી આવે. હાલ ભૂપેન્દ્ર ઝાલા પાસેથી 8 મોબાઇલ મળ્યા છે. આ ઝાલાના કૌભાંડનો પર્દાફાશ થયા ત્યારે વિવિધ રાજ્યોમાં નાસતો ફરતો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક રોકાણકારોના નામ પોલીસ સમક્ષ મુક્યા છે. જેમાં BZ ફાઈનાન્સમાં મોટું રોકાણ કરનાર રોકાણકારોના નામ સામે આવ્યા છે. તેમાં એક કરોડ અને તેથી વધુનું રોકાણ કરનારના નામ પોલીસને મળ્યા છે. BZ ગ્રૂપ કૌભાંડ અંગે CID ક્રાઇમ વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો
રાજયમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચરનાર આરોપી અને BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા જિલ્લાનાં વિસનગરનાં દવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઈમનાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી અંદાજે એક મહિનાથી ફરાર આરોપીને ઝડપી લેવાયો હતો. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરાયો હતો. માહિતી અનુસાર, CID ક્રાઈમે કુલ 29 મુદ્દાનાં આધારે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને 7 દિવસનાં રિમાન્ડની મંજૂરી આપી છે. માહિતી અનુસાર, આરોપી વતી કોઈ પણ વકીલ હાજર ન રહેતા કોર્ટ કાર્યવાહીમાં વિલંબ થયો હતો. જો કે, કોઈ પણ વકીલ ન આવતા આખરે લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી વકીલ અપાયા હતા. આથી, હવે રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચરનાર આરોપીને વિનામૂલ્યે કાયદાકીય સલાહ મળી રહી હોવાની ચર્ચાઓ પણ થવા લાગી છે. જણાવી દઈએ કે, અગાઉ ધરપકડથી બચવા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ GPID એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
પુછપરછ દરમિયાન
પુછપરછ દરમિયાન BZ FINANCIAL SERVICES ની કુલ-17 શાખાઓ જેમાં (1) પ્રાંતિજ શાખા (2) હિમંતનગર શાખા (3) વિજાપુર શાખા (4) પાલનપુર શાખા (5) રાયગઢ શાખા (6) ભીલોડા શાખા (7) ખેડબ્રહ્મા શાખા (8) ગાંધીનગર (9) રણાસણ શાખા (10) મોડાસા શાખા (11) માલપુર શાખા (12) લુણાવાડા શાખા (13) ગોધરા શાખા (14) બાયડ શાખા (15) વડોદરા શાખા (16) ડુંગરપુર (રાજસ્થાન) (17) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી.
આ શાખાઓ મારફતે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાની હકિકત જણાવી હતી. તેણે 100 અંદાજે કરોડની આશરે 17 થી 18 મિકલતો વસાવી છે. તેના સગા-સંબંધી, મિત્રો સહિતના લોકોની મિલકતની પણ તપાસ કરાઈ રહી છે. બિટ કોઈન- ડિજીટલ કરન્સીમાં રોકાણ કર્યું છે કે નહીં તેની તપાસ ચાલુ છે. આ ગુનામાં અત્યાર સુધી 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પૂછપરછની શરૂઆત કરવામાં આવી તો તેણે ઘણી બધી હકિકતો છુપાવી હતી પરંતુ હવે તમામ માહી પ્રાપ્ત કરી લેવામાં આવી છે. મહિલા પોલીસકર્મી એ તેનો અંગત મુદ્દો છે. તે તેની સાથે લગ્ન કરવાનો હતો એમ તેણે જણાવ્યું હતું. જોકે આ મામલે મહિલા પોલીસકર્મીની મિકલતની પણ તપાસ કરવામાં આવશે.
ફરિયાદીએ 6 હજાર કરોડ લખાવ્યું હતું, પણ હાલમાં 400 થી 450 કરોડની ફિગર મળી રહી છે. તપાસમાં 3 ક્રિકેટરોના નામ સામે આવ્યા છે તેમના રોકાણ અંગે તપાસ થઈ રહી છે. એક ક્રિકેટરનું રોકાણ 10 થી 25 લાખનું છે. એક કરોડથી વધુ રોકાણ કરનાર 10 જેટલા લોકો છે તેમની તપાસ કરાઈ રહી છે. એજન્ટોના પાન કાર્ડ અને સર્વરની તપાસ કરાઈ રહી છે. ડેટા ડિલીટ થયા હશે તો તેને ડિટેક્ટ કરાશે. આ સમગ્ર મામલે રોકાણકારો પાસેથી તેણે શું આર્થિક લાભ લીધો, કેવી રીતે ટ્રાન્ઝેક્શન કર્યું, સી.એના રોલની તપાસ થશે. જોકે નેતાઓ સાથે સબંધની વાત તપાસમાં સામે આવી નથી.