ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે દેવલોક પામ્યા
ગુજરાતના સંત સીરોમણી અને પૂજ્ય એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 86 વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજીએ દેહત્યાગ કર્યો છે, તેઓએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે. હવે આવતી 28મે ના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. છેલ્લા 86 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા અને વિજ્ઞાન ઉપર આસ્થા અને દેવીશક્તિની જીત હતા. ભક્તોને માતાજીના અંતિમ દર્શન થઈ શકે તે માટે તેમનો નશ્વરદેહને બે દિવસ સુધી અંબાજીમાં મૂકવામાં આવશે જેથી ભક્તો તેમના આખરી દર્શન કરી શકે.
ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું.
મૂળ ચરાડા ગામ વતની પ્રહલાદભાઈ જાની ચુંદડીવાળા માતાજી તરીકે સમગ્ર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. આ માતાજીએ છેલ્લા 86 વર્ષથી ખાધું પીધું નથી . આજ કારણથી સમગ્ર દેશની સાથે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન હતા. ચુંદડીવાળા માતાજીની વેશભૂષાથી તે એક સંન્યાસી હતા. તેઓ એક પ્રસિદ્ધ સાધુ હતા અને આ ચુંદડીવાળા માતાજીનું મહત્વ એટલુ હતું કે લોકો દૂર-દૂરથી તેમના દર્શન માટે આવતા હતા. સફેદ દાઢી અને નાકમાં નથણી અને લાલ કપડામાં સજ્જ ચુંદડીવાળા માતાજીનો ખાસ પહેરવેશ હતો. ચુંદડીવાળા માતાજીને બધા લોકો શ્રદ્ધા અને આસ્થાથી પૂજતા હતા અને તેઓ બધા ભક્તોના દુઃખ દૂર કરતાં તેવી લોકોમાં માન્યતા અને આસ્થા છે.