આ અધીક માસની જન્માષ્ટમી ઉત્સવ ની સાથે પવિત્ર ગોમતી નદીના ધાટ પર ચુંદડી મનોરથ પણ ઉજવવામાં આવ્યો. આ ઉત્સવમાં સ્થાનિક તથા મોટી સંખ્યામાં યાત્રાળુઓ તથા પુજારી પરિવાર જોડાયા હતા.
ગોમતીધાટ સ્થિત ગોમતીમાતાના મંદિરના પુજારી ચંદ્રેશ ઠાકર જણાવે છે કે ગોમતી નદી પર ચુંદડી મનોરથ નું દિવસે દિવસે મહત્વ વધતુ જાય છે. પહેલા વર્ષમાં એક વખત આ ઉત્સવ ઉજવવામાં આવતો.જ્યારે હવે અનેક વખત ઉજવવામાં આવે છે. આજ પણ એક ભક્ત દ્વારા એકસોએક ચુંદડીનો ભવ્ય ચુંદડી મનોરથ યોજાયો હતો.અને આ મનોરથ પુરો થતા તે તમામ ચુંદડી ભક્તોને પ્રસાદ રૂપે આપી દેવામાં આવે છે.