બાઇક પર આવેલા બે શખ્સોએ છરીની અણીએ રોકડ અને લેપટોપ લૂંટી ભાગી ગયા
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે એસબીઆઇ બેંકનુ કસ્ટમર સર્વિસ સેન્ટર ચલાવતા શખ્શને મારમારી થેલામાં રાખેલા રોકડ રૂ.6.89 લાખ, લેપટોપ સહિત કુલ રૂ.7.04 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી બે અજાણ્યા શખ્સો નાશી છૂટતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ચકચારી લૂંટ અંગે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં કસ્ટમર સર્વિસ ચલાવતો શખ્સ ટુવ્હીલર પર ગોખરવાડા તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન લૂંટનો બનાવ બન્યો હતો.
આ ચકચારી લૂંટ કેસમાં થેલામાં રાખેલા રોકડ રૂ.6.89 લાખ, રૂ.15 હજારની કિંમતનું લેપટોપ સહિત ફૂલ રૂ.7.04 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી બે અજાણ્યા શખ્સો નાશી છૂટ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાથી ગોખરવાડા તરફ જતા રસ્તા પર બે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવી નાશી છૂટ્યા હતા. જ્યારે પોલીસે ફરિયાદના આધારે લૂંટ અંગેનો ગુન્હો દાખલ કરી નાશી છુટેલા શખ્શોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છેઆ લૂંટ કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે એસ.બી.આઇ. બેંક વતી કસ્ટમર સર્વીસ પોઇન્ટ તથા કોમન સર્વીસ સેન્ટર ચલાવતા 24 વર્ષના સંજયભાઇ જાદવભાઇ ખાંદલા ( સતવારા ) પોતાનું સ્કુટી નંબર ૠઉં-13-ઇઈ-2959 વાળુ લઇ ચૂડાથી પોતાના ગામ ગોખરવાડા તરફ જતા હતા. એ દરમિયાન 3 કિલોમીટર દૂર બે અજાણ્યા શખ્સોએ કાળા અને લાલ કલરના મોટરસાયકલ પર પાછળથી આવી જોરથી પાટુ મારીને સંજયભાઇ જાદવભાઇ ખાંદલા ( સતવારા )ને સ્કુટી અને થેલા સાથે પાડી દઇ મોટરસાયકલ પર પાછળ બેઠેલા શખ્સે નીચે ઉતરીને પોતાના હાથમાં રાખેલી ધારદાર છરી બતાવી પોરવી દઇશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી કાળા કલરના થેલામાં રાખેલું ડેલ કંપનીનું લેપટોપ કિંમત રૂ. 15,000 અને ભારતીય ચલણી નોટો રૂ. 6,89,000 મળી કુલ રૂ. 7,04,000ના મત્તાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા.