પતિના અવસાન બાદ બે સંતાનની માતાને કુટુંબીક દિયર સાથે આંખ મળીતી
ચુડા તાલુકાની મહિલા, પતિ અને બાળકો સાથે સુખેથી જીવન પસાર કરતી હતી. વર્ષ-2016માં મહિલાના પતિનું અવસાન થતાં પરિવારનો માળો વિખાઈ ગયો હતો. 2 બાળકોની જવાબદારી મહિલાના શિરે આવી ગઈ હતી. પાંચેક વર્ષથી મહિલા પતિ વગર એકલતા ભર્યું જીવન ગુજારતી હતી. છેલ્લા દસ-બાર માસથી મહિલાનો કુટુંબી દિયર ભાવેશ જીવણભાઈ વાણિયા તેના ઘરે અવરજવર કરતો થયો હતો. દિયરે ભાભીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સંબંધ બંધાયો હતો. ભાભી સાથે ભાવેશે ઘરે અને ભાગવી રાખેલા ખેતરમાં શરીર સંબંધ બાંધ્યો હતો.
ભાભીએ લગ્ન કરવાની વાત કરી તો ભાવેશે ભાગીને અન્ય જગ્યાએ જઈ લગ્ન કરવા જણાવ્યું હતું. તા.11 માર્ચે ભાભી અને દિયર ખાંડીયા ગામથી ભાગીને લીંબડી આવ્યા હતા.
લીંબડીથી બન્ને ચોટીલાના એક ગેસ્ટહાઉસમાં રાતે રોકાયા હતા. રાતે ભાવેશે ભાભી સાથે શરીર સંબંધ બાંધવાની જીદ કરી હતી પરંતુ ભાભીએ મનાઈ કરી હતી.
ભાવેશે ભાભી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે ત્યાંથી બન્ને ભાવેશના ગામ ઢસા ગયા હતા. ઢસા જઈને પણ ભાવેશે ભાભી સાથે જબરજસ્તીથી શરીર સબંધ કર્યો હતો. ભાભીએ જ્યારે લગ્ન કરવાની વાત કરે તો ભાવેશ તેના ઉપર ધ્યાન આપતો નહોતો. આથી મહિલાએ ચુડા પોલીસ મથકે લગ્ન કરવાની લાલચ આપી બળજબરીથી શરીર સંબંધ બાંધનાર ભાવેશ વાણિયા સામે ફરિયાદ નોંધાવી છે.