ચકલીને ઝાડ પર માળો બનાવતા કુદરતે શિખવેલ નથી તે વાતની આપણા પૂર્વજોને ખબર હતી તેથુ પૂર્વજોએ જયારે મકાન બનાવવાની શરુઆત કરી ત્યારે મકાનમાં ગોખલા રાખતા અને ખુબ ખાતા ખુચી હતા. ખુલ્લી ઓસરીઓ હતી તેમાં પુષ્કળ ત્રાંસી છબીઓ હેતુપૂર્વક રાખતા, લાઇટનો પંખો ન હતો આમ ચકલને માળો બનાવવાની પુષ્કળ જગ્યા મળી રહેતી તેથી ચકલીઓની સંખ્યા સારી હતી.
આપણે નવા મકાનોમાં ચકલીને માળો બનાવવાની જગ્યા બીલકુલ રાખતા નથી. તેથી ચકલીને ઘરમાં માળો બનાવવાની જગ્યા મળતી નથી. આમ ચકલીની પ્રજાતી ભયમાં છે. ઘર ચકલીને બચાવવી જરુરી છે કારણ કે તે આપણા ઘરનું અભિન્ન અંગે છે.
આપણે ત્યાં બીલકુલ નિર્જન અને રિઘ્ધિ સિઘ્ધિ વીનાની જગ્યા માટે એવું કહેવાય છે કે ત્યાં ચકલુંગ ફરકતુ નથી. આપણે આપણા ઘરે ચકલી ફરકતી થાય તે માટે પુઠાના ચકલી ઘર રવેસનીનીચે મુકવા જોઇએ. ભારતમાં ચકલી ઘર બનાવવાની શરુઆત નવરંગ નેચર કલબે કરી છે. આ ઝુંબેશ ૨૦૧૦ થી શરુ કરી છે. આ ઝુંબેશના ભાગરુપે ચકલીઓ જોવા મળે છે. આમ ચકલીને બચાવી શકાય તેવી શ્રઘ્ધા બેઠી છે. કવી રમેશ પારેખની ભાષામાં કહીએ તો મારા ફળીયામાં ચકલી હોય તે મારું રજવાડું દરેક ઘર રજવાડુ બને તે માટે આપણે સૌએ મથવાનું છે.
નવરંગ નેચર કલબે ચકલી બચાવો અભિયાનના ભાગરુપે રૂ ૧૫/- માં પડતર પુઠાના ચકલી ઘર લોકોને રૂ. ૫/- માં જોઇએ તેટલા આપવામાં આવશે. પર્યાવરણ પ્રેમીઓના આર્થિક સહયોગથી આ શકય બનેલ છે. દરેક ગામમાં જો આપણે ૨૦૦ માળા લગાવી શકીએ તો ચકલીઓની સંખ્યામાં જરુરથી વધારો થાય અભિયાનના ભાગરુપે સત્ય સારવાર કેન્દ્ર, ૧૪ મનહર પ્લોટ ડો. પ્રકાશ મોઢાની હોસ્પિટલ પાછળ રાજકોટ સયમ સવારે ૧૦ થી સાંજના ૭ સુધી પરથી માળા મળે શકશે વિશેષ માહીતી માટે ફોન નં. ૦૨૮૧ ૨૪૬૭૬૫૫ ઉપર કરવો તેમ નવરંગ નેચર કલબ ના પ્રમુખ વીડી બાલાની યાદીમાં જણાવાયું છે.