દુનિયા ગોળ છે અને સતત ચાલી રહેલા ચક્રમાં ઘણી વાર ગઈ કાલ આજ બનીને આવી હોય એવો એહસાસ તો હોય છે. ફેશન-વર્લ્ડમાં તો આવું સહજ રીતે ાય છે. જૂના સમયનો પોપ્યુલર ટ્રેન્ડ ફરી પાછો નવો બનીને ધૂમ મચાવે એ નોર્મલ છે. એવો જ એક ટ્રેન્ડ છેલ્લા ોડાક સમયી પોપ્યુલરિટીની ચરમસીમા પર પહોંચ્યો છે. ચોકર એટલે ગળાનો એવો નેકલેસ જે ગળા પર બરાબર બંધબેસતો ચપોચપ ચોંટી જતો હોય. ૭૦ના દશકની યાદોં કી બારાત ફિલ્મનું ચુરા લિયા હૈ તુમને જો દિલ કો ગીત યાદ કરો. ઝીનત અમાનની મસ્ત અદાઓ સો તેણે ગળામાં પહેરેલો કાળા રંગનો નેકલેસ યાદ આવ્યો? એનું જ નામ ચોકર. પરવીન બાબી અને ઝીનત અમાન માટે એ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ હતું. એ સમયે કાળા રંગના લેધરનાં, વિવિધ કપડાંનાં ચોકરો ખૂબ ચાલ્યાં હતાં. ફરી પાછું એ ચોકર નેવુંના દશકમાં ટીના મુનીમે પણ પહેરીને એને તરોતાજા કર્યું હતું. એ ચોકરની ડિમાન્ડ છેલ્લા ોડાક અરસામાં ફરી ઊપડી છે. બોલીવુડની અભિનેત્રીઓી લઈને નેક્સ્ટ ડોર ગર્લ સુધીની તમામ લેડીઝના હોટ લિસ્ટમાં રહેલાં આ ચોકરોની ખૂબીઓ વિશે વધુ વાત કરીએ.

શું છે એક્ઝેક્ટ્લી?

ગળાનો નેકલેસ જ એક પ્રકારનો. લેધર, વેલ્વેટ, રિબન અવા મેટલી બનાવેલા નેકલેસને કોઈ પણ પ્રકારના ડ્રેસિંગ પર પહેરી શકાય છે. સાધારણ અને સિમ્પલ લુકી લઈને પાર્ટીવેઅરમાં હેવી લુકનાં ચોકર નેકલેસ પણ અવેલેબલ છે. ફેશન-વીકી લઈને ઍરપોર્ટ પર અને સ્પોર્ટ્સવેઅરમાં પણ પોતાના લુકને કોમ્પ્લીમેન્ટ કરવા માટે ચોકરનો ઉપયોગ ઍક્ટ્રેસિસ પેટ ભરીને કરી રહી છે. એનો ઉત્કૃષ્ટ નમૂનો તસવીરોમાં જોવા મળી રહ્યો છે.

કેમ પહેરાય?

ચોકર ઑલરાઉન્ડર જ્વેલરી છે. એની ખૂબી વિશે સેલિબ્રિટી ફેશન-સ્ટાઇલિસ્ટ અમી પટેલ મિડ-ડેને કહે છે, ચોકરની પોપ્યુલરિટી એની વર્સેટિલિટીને કારણે જ છે. એ કોઈ પણ અને શેના પર પણ પહેરી શકાય એ જ તો એની સૌી મોટી ખૂબી છે. તમારા મૂડ અને ડ્રેસિંગ પ્રમાણે એની ડિઝાઇન બદલાઈ જાય. એ તમારા લુકને એન્હેન્સ કરવાનું જ કામ કરશે. ચોકરના મામલામાં ફેશન-બ્લન્ડર વાના ચાન્સ નહીંવત છે. ઘણા લોકો કહે છે કે ફલાણી નેકલાઇન હોય તો જ ચોકર સારાં લાગે. જોકે મારું તો માનવું છે કે દરેકેદરેક નેકલાઇન અને ડ્રેસિંગ સ્ટાઇલ પર ચોકર સારાં લાગતાં હોય છે. ચોકરને બીજા નેકપીસ સો મિક્સ કરીને પણ પહેરી શકાય, જેમ કે આજકાલ કોલેજગોઇંગ યુવતીઓ જીન્સ અને ટોપ સો મેટલની ચેઇન સો ચોકર નેકલેસ પહેરવાનું પ્રિફર કરે છે; જે તમને ટફ લુક આપશે. ોડોક બોલ્ડ અને સ્ટાઇલિશ લુક ચોકર પહેરવાી મળે છે. તમારી પર્સનાલિટીને શાર્પ કરવાનું કામ ચોકર કરે છે.

સાવધાની શું?

આગળ કહ્યું એમ લગ્નમાં જતાં હો કે કોકટેલ પાર્ટીમાં, ઑફિસમાં સ્ટાઇલિશ દેખાવું હોય કે કિટી પાર્ટીમાં વટ પાડવો હોય, સ્કૂલમાં બાળકોના ઓપન હાઉસમાં પણ સિમ્પલ લુક જોઈતોહોય તો ચોકર કામ લાગશે. ડિઝાઇનર વેઅરી લઈને સિમ્પલ સલવાર-કમીઝમાં પણ ચોકર પોતાની છાપ છોડીને તમારી સુંદરતાને વધારવાનું કામ બેધડક કરી લે છે. આજકાલ ઘણા ફેશન-ડિઝાઇનરો આ જ કારણી ચોકરને પોતાના આઉટફિટમાં જડી રહ્યા છે. ચોકરની બીજી વિશેષતા એ છે કે માત્ર ફેશનક્રેઝી મહિલાઓ અને એ વર્લ્ડ સો સંકળાયેલી ઍક્ટ્રેસિસ અને મોડલ પૂરતો આ ટ્રેન્ડ મર્યાદિત ની રહ્યો, એને કોલેજગોઇંગ ગર્લી લઈને હાઉસવાઇફ અને વર્કિંગ વુમન પણ ફોલો કરી રહી છે. જોકે એની પસંદગીમાં સાવધાની રાખવાની બાબતમાં અમી પટેલ કહે છે, દરેક ઓકેઝન અને ડ્રેસિંગ પ્રમાણે ચોકરની પસંદગી ાય તો જ એ તમારા લુકને કોમ્પ્લીમેન્ટ કરે. જેમ કે લગ્નમાં કે પાર્ટીવેઅરમાં સિલ્વર અને ગોલ્ડન મેટલનાં જડાઉ ચોકર વધુ સારાં લાગે છે. ફંકી લુક માટે બીડ અને મેટલનાં ચોકર સારાં લાગે છે. ટ્રાઇબલ લુક માટે મેટલિક ડિઝાઇનનાં ચોકર સુંદર દેખાવ આપે છે. તમે જે પણ પહેરો એમાં તમારા પહેરવેશને અનુરૂપ ડિઝાઇન અને વર્ક હશે તો સો ટકા આ જ્વેલરી તમારા પર દીપી ઊઠશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.