પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઇસરોના વૈજ્ઞાનિક એ. કિરણકુમાર તથા સંસ્થાના બિસોપ રહ્યા હાજર
એલ્યુમીની મીટ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા યોજાઇ
રાષ્ટ્રને સશકત બનાવવા અને ગુજરાતનાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ આપવાના હેતુથી રપ વર્ષ પૂર્વે ક્રાઇસ્ટ કોલેજનું નિર્માણ થયુઁ હતું. જેને રપ વર્ષે પૂર્ણ થતાં સિલ્વરેન્ઝા નું જાનરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ સિલ્વર જયુબીલીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એલ્યુમીની વિદ્યાર્થીઓ, શહેરના મહાનુભાવો તથા ઇસરોના વૈજ્ઞાનિક તથા રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજની કામગીરીને બિરદાવી હતી.
ક્રાઇસ્ટ કોલેજ અને સીએનઆઇના (ઈગઈં) નાં બિસોય ખાસ ઉ5સ્થિત રહ્યા હતા. અને કોલેજને જે સફળતા મળી છે તે અંગેની માહીતી પણ આપવામાં આવી હતી. કોલેજના ડાયરેકટર ફાધર જામન થોમનનાએ જણાવ્યું હતું કે, કોલેજ હંમેશા વિદ્યાર્થીઓ માટેની તમામ સરકારી પહેલો અને યોજનાઓને સમર્થન આપ્યું છે. અને હંમેશા કેન્દ્ર અને રાજય સરકાર સાથે સંપૂર્ણ સંકલન સાથે કાર્ય કર્યુ છે.
ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ સર્વોચ્ચ શિખર સર કરી રહ્યા છે. અને વિદેશોમાં ખુબ જ સારુ પ્રદર્શન પણ કરે છે. જે કોલેજની સફળતાનું સૌથી મોટું કારણ છે સાથો સાથ કોલેજની સફળતા પાછળ કેમ્પસ ડાયરેકટરે તમામ સંકળાયેલા સભ્યોનો આભાર વ્યકત કર્યો હતો. સિલ્વરેન્ઝા કાર્યક્રમમાં વિવિધ સાંસ્કતિક કાર્યક્રમો યોજાયા હતા. એટલું જ નહી એલ્યુમીની વિદ્યાર્થીઓએ પણ ગોષ્ઠિ કરી હતી.
આવતા પ વર્ષ કોલેજ માટે સુવર્ણ: ડો.ફાધર જોમન થોમનના
ક્રાઇસ્ટ કોલેજના ડાયરેકટર ડો. ફાધર જોમન થોમનનાએ જણાવ્યું હતું કે, ક્રાઇસ્ટ કોલેજ આવનારા પાંચ વર્ષમાં અનેક ઐતિહાસિક સિઘ્ધીઓ હાંસલ કરશે. એટલું જ નહી આવનાર પાંચ વર્ષ તે કોલેજ માટેનો સુવર્ણ કાળ રહેશે. તેઓએ ઉમેર્યુ હતું કે સંસ્થા દ્વારા અપાતું સર્વશ્રેષ્ઠ શિક્ષણ વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે ખુબ જ ઉપયોગી સાબીત થઇ રહ્યું છે. બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે કોલેજ નવા કોર્ષની માન્યતા મેળવી રહી છે, જે વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે.
ક્રાઇસ્ટ યુનિ. બનતા જ વિદ્યાર્થીઓનું શૈક્ષણીક સ્તર ઉચ્ચુ આવશે: વિજય રૂપાણી
રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ક્રાઇસ્ટ કોલેજનાં રપ વર્ષે પૂર્ણ થયાના પ્રસંગે આયોજીત સિલ્વરેન્ઝા કાર્યક્રમમાં વિશેષ ઉ5સ્થિત રહ્યા હતા. એટલું જ નહી તેઓએ કોલેજની કાર્ય પઘ્ધિતને પણ બિરદાવી હતી. અને જણાવ્યું હતું કે, ક્રાઇસ્ટ કોલેજ યુનિ. બનતા જ વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર ખુબ જ ઉંચુ આવશે. તેઓએ કોલેજની સફળતા ને પણ બિરદાવી હતી. અને કાર્યક્રમને પણ આવકાર્યો હતો. વધુમાં તેઓએ વિકસીત ભારતનાં સ્વપ્નને સાકાર કરવા માટે યુવાનોનું મહત્વ પણ જણાવ્યું હતું.
ક્રાઇસ્ટ કોલેજને ગ્લોબલ યુનિવર્સિટી બનાવવા માટે પ્રયત્નો શરૂ: ડો.જીતેન કક્કડ
ક્રાઈસ્ટ કોલેજના ડોક્ટર જીતેન કકડે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 25 વર્ષ પૂર્ણ થતા જે સિલ્વર જુબેલીનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા હાલના વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આવનારા પાંચ વર્ષમાં ક્રાઈસ્ટ કોલેજને ક્રાઈસ્ટ ગ્લોબલ યુનિવર્સિટી બનાવવામાં આવે તે દિશામાં હાલ સંપૂર્ણ મેનેજમેન્ટ કાર્ય કરી રહ્યું છે અને આ કાર્યમાં સફળતા મળતા જ વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થશે. ક્રાઈસ્ટ કોલેજ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સર્વાંગી વિકાસની સાથો સાથ વિદ્યાર્થીઓમાં રહેલી કડા ને પણ ઉજાગર કરવા માટે કામ કરી રહી છે.