તમે પનીરની તો અનેક ડિશ ટ્રાઈ કરી હશે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કાજુ કરીની ટેસ્ટી શાકભાજી. તેનો સ્વાદ પનીર બટર મસાલા શાકભાજીની ગ્રેવી જેવો જ છે. આવો અમે તમને બતાવીએ છીએ કે કેવી રીતે આ સહેલી રેસીપીને ઘરે બનાવશો.
સામગ્રી – ઘી 1 ટેબલસ્પૂન
કાજૂ – 215 ગ્રામ (શાક માટે)
તેલ – 40 મિલીલીટર
ડુંગળી – 150 ગ્રામ (ગ્રેવી મસાલા માટે)
આદુ લસણની પેસ્ટ – 1 ટી સ્પૂન
ટામેટા – 290 ગ્રામ
કાજૂ – 5 ગ્રામ (ગ્રેવી મસાલા માટે)
તેલ – 2 ટીસ્પૂન
જીરુ – 1 ટીસ્પૂન
તજ – 1 ઈંચ
તેજપાન – 1
ડુંગળી – 95 ગ્રામ (શાક માટે)
હળદર – 1/2 ટી સ્પૂન
લાલ મરચુ – 1 ટીસ્પૂન
ઘાણાજીરુ – 1/2 ટીસ્પૂન
મીઠુ – 1 ટીસ્પૂન
પાણી – 220 મિલીલીટર
તાજુ ક્રીમ – 65 ગ્રામ
ગરમ મસાલો – 1/2 ટીસ્પૂન
સૂકા મેથીના પાન – 1 ટીસ્પૂન
લીલા ધાણા – સજાવવા માટે
બનાવવાની રીત – એક વાસણમાં 1 ટીસ્પૂન ઘી ગરમ કરીને 215 ગ્રામ કાજુ થોડા સોનેરી થતા સુધી સેકો અને તેને બાજુ પર મુકી દો.
– બીજા વાસણમાં 40 મિલીલીટર તેલ ગરમ કરી 150 ગ્રામ ડુંગળી સારી રીતે સેકો
– 1 ટીસ્પૂન આદુ લસણનું પેસ્ટ નાખીને 1-2 મિનિટ માટે પકવો
– પછી 290 ગ્રામ ટામેટા નાખીને મુલાયમ થતા સુધી ફ્રાય કરો
– હવે કાજુને આ મિશ્રણમાં મિક્સ કરો
– આ મિશ્રણને બ્લેંડરમાં વાટીને એક બાજુ મુકી દો
– એક બીજા વાસણમાં 2 ચમચી તેલ ગરમ કરો. 1 ટીસ્પૂન જીરુ નાખીને સારી રીતે મિક્સ કરો
– 1 ઈંચ તજનો ટુકડો, 1 તેજપાન નાખીને સારી રીતે મિક્સ કરો
– હવે 95 ગ્રામ ડુંગળી નાખીને તેને હળવી સોનેરી થતા સુધી સેકો
– પછી તેમા બ્લેંડ કરેલુ મિશ્રણ નાખીને સારી રીતે મિક્સ કરો.
– 1/2 ટીસ્પૂન હળદર નાખો
– 1 ટીસ્પૂન લાલ મરચુ, 1/2 ટીસ્પૂન ધાણાજીરુ, 1 ટીસ્પૂન મીઠુ નાખો.
– હવે 220 મિલીલીટર પાણી નાખો.
– 65 ગ્રામ તાજુ ક્રીમ નાખો અને તેને સારી રીતે મિક્સ કરો
– તેમા સેકેલા કાજુ નાખીને વધુ સારી રીતે મિક્સ કરો
– તેને ઢાકણથી ઢાંકીને 5 મિનિટ સુધી બફાવા દો.
– 1/2 ટી સ્પૂન ગરમ મસાલો 1 ટીસ્પૂન સુકી મેથીના પાન નાખો અને સારી રીતે મિક્સ કરો.
– 3-5 મિનિટ માટે સીઝવા દો.
– ધાણાથી સજાવો અને ગરમા ગરમ રોટલી સાથે પીરસો.