નેવી કમાન્ડગ ઓફીસર સી.સુરેશ શાન્તા કલોઝ બની બાળકોને ચોકલેટ અને નાતાલની ગીફટ આપી
શાંતિ, પ્રેમ, દયા, માફી અને ભાઇચારો એટલે પ્રભુ ઇસુનો સંદેશો અને આ સંદેશો તાદરતા એટલે ખિસ્તી ભાઇઓ બહેનોનો નાતાલનો તહેવાર પુરા વિશ્વ માં આજરોજ નાતાલનો તહેવાર ઉજવાય છે.
ઓખા ભારતીય નૌ સેના સંચાલીત ચીલરન નેવલ સ્કુલ નેવીનગર ઓખા ખાતે આવેલી છે. છેલ્લા ઘણા વર્ષોથી બાળકોને અભ્યાસ અને રમતગમત સાથે બાળકોના બોધીક વિકાસ માટે અનેક પ્રવૃતિ ચલાવતી આ સ્કુલ દર વર્ષની માફક આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણીનું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ઓખા નેવી ના કમાન્ડર ઓફીસર સુરેશે શાન્તા કલોઝનું રુપ ધારણ કરી બાળકો સાથે ઝુમી ઉઠયા હતા. અને અહીં રહેલા ૧૭૦ બાળકોને ચોકલેટ સાથે નાતાલની ગીફટ આપી નાતાલની અનોખી ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમની સાથે તેમના ધર્મપત્ની અને નેવલ સ્કુલના પ્રિન્સીપાલ ઉષા મેડમ અને તમામ ટીચર સ્ટાફ અને નવી ઓફીસરો પણ આ ઉત્સવમાં જોડાયા હતા. અને બાળકોની સાથે બાળક બની જુમી ઉઠયા હતા.