અટલ ટનલમાં એક દિવસમાં 28 હજાર પ્રવાસી વાહનોની અવરજવર નોંધાઈ
ટ્રાવેલ ન્યૂઝ
ક્રિસમસની રજાઓને કારણે પ્રવાસીઓની ભારે ભીડ પર્વતો પર પહોંચી ગઈ છે. શનિવારે તાજી હિમવર્ષાને કારણે શિમલા, મનાલી અને કસોલમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. હિમાચલ પ્રદેશના શિમલામાં મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામ છે. શનિ-રવિ અને નાતાલની રજાઓને કારણે રાજ્યના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિકની હાલત ખરાબ છે. ઘણા વાયરલ વીડિયોમાં ટ્રાફિક જામના કારણે રસ્તાઓ પર વાહનો રેલતા જોવા મળે છે.શિમલા પ્રશાસને કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં 55,000 થી વધુ વાહનો શિમલામાં પ્રવેશ્યા છે. આ ટ્રાફિક જામ માત્ર શિમલામાં જ નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી રહ્યો છે. શનિવારે તાજી હિમવર્ષાને કારણે શિમલા, મનાલી અને કસોલમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસમાં 55,000થી વધુ વાહનો શિમલામાં પ્રવેશ્યા છે
સોલંગનાલાથી પલચાન સુધી માત્ર ગાડીઓ ગાડીઓ જ જોવા મળી હતી. મનાલીમાં ટ્રાફિક જામ જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય કે, ત્યાં 90 ટકા હોટલો ફુલ થઈ ચૂકી છે. મનાલીની આ હાલત જોઈને એવું લાગે છે કે અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવ્યા છે. અટલ ટનલમાં એક દિવસમાં 28 હજાર પ્રવાસી વાહનોની અવરજવર થઈ છે. મનાલી ટ્રાફિક જામથી પરેશાન છે. અટલ ટનલ, શહેર અને અન્ય વિસ્તારોમાં વધુ ટ્રાફિક જામ છે. મનાલીના સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા બે દિવસથી ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને સવારે અને સાંજે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. પ્રવાસીઓની સંખ્યામાં અચાનક વધારો થવાને કારણે, મનાલી અને કુલ્લુની 90 ટકા હોટેલ્સ પહેલેથી જ બુક થઈ ગઈ છે. સોલંગનાલાથી પાલચન સુધી જામ થયેલો છે. રસ્તાઓ પર કાચબાની જેમ વાહનો ફરી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી લોકો રસ્તાઓ પર દિવસો અને રાત વિતાવી રહ્યા છે.
કુલ્લુ અને શિમલામાં પણ પ્રવાસીઓની ભારે ભીડ છે. ક્રિસમસની રજાના કારણે શનિવાર, રવિવાર અને સોમવારે મોટી સંખ્યામાં પર્યટકો હિમાચલમાં આવ્યા છે, પરંતુ ક્રિસમસ પહેલા જ ટ્રાફિક જામે ઉજવણીનો રંગ બગાડ્યો છે.
જો તમે પણ નવું વર્ષ ઉજવવા હિમાચલની ટૂર પર જવાનું વિચારી રહ્યા છો તો એકવાર ટ્રાફિકની સમસ્યાનું વિચાર કરવો જરુરી. હિમાચલ પ્રદેશમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ફેમસ અટલ ટનલ રોહતાંગ બંને છેડે બરફથી ઢંકાઈ ગઈ હતી. જેના કારણે વાહનો માટે અટલ ટનલ બંધ કરી દેવામાં આવી હતી. કુલ્લૂ, લાડોલ-સ્પીતિ, ચમ્બા, સિસ્સૂ, બારાલાચા અને કોકસરમાં પણ ભારે હિમવર્ષા થઈ છે.