શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક હિસ્સામાં સંખ્યાબંધ બોમ્બ બ્લાસ્ટ્સના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર શ્રીલંકામાં કુલ પાંચ બ્લાસ્ટ થયા છે, તેમાંથી ત્રણ ચર્ચમાં જ્યારે બીજા બે ધડાકા હોટલમાં થયા છે. ધડાકામાં 80થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.
Breaking News : Explosions were reported at St. Anthony’s Church in Kochchikade, Kotahena and St.Sebastian’s Church in Katuwapitiya,in Katana a short while ago, police said. #SriLanka pic.twitter.com/dILNNhaMGf
— DailyMirror (@Dailymirror_SL) April 21, 2019
આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે આ બ્લાસ્ટ્સમાં ઓછામાં ઓછા 80 લોકો ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા મુજબ, એક બ્લાસ્ટ કોલંબો પોર્ટના કોચીકડે ચર્ચમાં થયા, બીજી તરફ બીજો હુમલો પુત્તલમની પાસે સેન્ટ સબેસ્ટિયલ ચર્ચની અંદર થયો. આ હુમલામાં અનેક લોકોની જાનહાનિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃતકોની સંખ્યાને લઈ હજુ કોઈ માહિતી મળી નથી.