સીલેન્ડ ગ્રુપના વિશેષ સહયોગથી એલેક્સ લૂઈસની યાદમાં ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઈ
રાજકોટના રેસકોર્સ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે યુનાઈટેડ ફૂટબોલ ક્લબ દ્વારા આજે ક્રિશ્ચયન ફૂટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું હતુ. યુનાઇટેડ ફૂટબોલ ક્લબની શરૂઆત ક્રિસ્ટોફર ડાભી, રોની દેવસિયા અને વિનોદ કુરુવિલ્લા દ્વારા ફૂટબોલને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી કરવામાં આવી. તેમજ સીલેન્ડ ડીઝલ ગ્રુપના આશિષ એલેક્સ લુઇસ દ્વારા આ મેચ સ્પોનસર્ડ કરવામાં આવી છે.
સીલેન્ડ આ ફૂટબોલ લીગ સવાર 7 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી એમ એક દિવસીય ટુર્નામેન્ટ રમાનાર છે કે જેમાં સૌરાષ્ટ્રભરનાં ફુટબોલના ખેલાડીઓએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ બે વિભાગમાં એમાં કૂલ 10 ટીમ વચ્ચે રમાનાર છે. ટૂર્નામેન્ટની શરૂઆત પ્રેમ મંદીર ચર્ચના ફાધર જોયચન અને રાજ્યના પૂર્વ ફુટબોલ કોચ દ્વારા ફૂટબોલને પહેલી કીક મારીને કરાઈ હતી.
- આ પ્રકારની ટુર્નામેન્ટથી ખેલાડીઓ કૌશલ્ય રજૂ કરવાની તક મળે: સી. જે. ડિસોઝા
રાજ્યના પૂર્વ ફુટબોલ કોચ સી. જે. ડિસોઝાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું આ રમત સાથે છેલ્લા 30 વર્ષથી જોડાયેલો છે. ફૂટબોલને વધુ ને વધુ પ્રોત્સાહન મળે એ હેતુથી આ પ્રકારની ટુર્નામેન્ટ યોજાય તે ખૂબ જ જરૂરી છે. જે માટે હું યુનાઇટેડ ફુટબોલ ક્લબના આયોજકોને પણ ધન્યવાદ પાઠવું છું. કારણ કે આવી ટુર્નામેન્ટનું આયોજન કરવું એ ખૂબ જ મોટો પડકાર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવી મેચોથી ખેલાડીઓને વધુ પ્રોત્સાહન મળે છે તેમજ પોતાનુ કૌશલ્ય રજૂ કરવાની તક મળે છે. તેમજ આજે યોજાયેલી આ મેચનો મુખ્ય ઉદ્દેશ્ય ખેલાડીઓ શારીરિક રીતે સ્વસ્થ રહે, કૌશલ્ય વિકાસ થાય અને ફૂટબોલને પ્રોત્સાહન મળે તે છે.
- સૌરાષ્ટ્રના યુવાધનને ફુટબોલ પ્રત્યે જોશ જળવાઈ રહે તે હેતુ: રોની દેવસીયા
યુનાઈટેડ ફૂટબોલ ક્લબના રોની દેવસીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કલબનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રના યુવાધનને ફૂટબોલ પ્રત્યે જોશ જળવાઈ રહે . આજે આ મેચ સિલેન્ડ ગ્રુપના એલેક્સ લુઇસની કે જે તેમના જમાનામાં એક ખૂબ સારા ફુટબોલ ખેલાડી હતા અને તેમણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ટીમના એક ખેલાડી હતા ત્યારે તેમના મીઠા સંભારણા માં આ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે ખેલાડીઓ આ મેચ માટે ખૂબજ સક્રિય છે. જે અમારા માટે ખૂબ જ મહત્વની વાત છે આ સાથે આપણા દેશમાં ક્રિકેટને વધુ મહત્વ અપાય છે ત્યારે હવે ફૂટબોલને પણ લોકો વધુ પ્રોત્સાહન આપે તેવા પ્રયાસો અમે કરી રહ્યા છીએ. અને આવી વધુને વધુ મેચનું આયોજન કરી ફૂટબોલને આગળ લઈ જશુ.