હોસ્પિટલનો નર્સિગ અને પેરામેડિકલ સ્ટાફ કોરોનાની લડતમાં બનશે સહભાગી : સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાને મદદરૂપ થવા હોસ્પિટલની ટીમ તત્પર: ડાયરેકટર ફાધર જોમોન થોમ્મના
રાજકોટ માધાપર સ્થિત ૧પ૦ બેડ ધરાવતો ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલમાં કોવિડ-૧૯ ફેસેલીટી માટે કલેકટર રેમ્યા મોહન આઇ.એ.એસ. રાહુલ ગુપ્તા તથા મેડીકલ ટીમના આદેશ મુજબ તમામ મેડિકલ ફેસોલોટોઝા, પ૦ આઇસોલેશન બેડ જેમાં ઉપયોગો એવા તમામ પ્રકારના મેડીકલ ઇકયુપમેનટસ નિષ્ણાંત ડોકટરોની ટીમ વેલ ટ્રેઇન્ડ નર્સિગ સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફનો ટીમ કોવિડ-૧૯ નો લડત સામે ટીમ ઉભી કરવામાં આવી છે.
દેશની અને ગુજરાત સરકારની કટોકટીની સ્થિતિમાં હોસ્પિટલના સ્પેશ્યલ પ૦ બેડ જે સંપૂર્ણ રીતે આઇસોલેટેડ છે તે માત્ર કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દો તેમજ કોરોના પોઝિટીવ દર્દી માટે ફાળવવામાં આવ્યા છે. અમે લોકોનો સ્વાસ્થ જળવાય રહે તે માટે તમામ વ્યવસ્થા ઉભી કરેલ છે. જરુર પડે આ સમયે ખડે પગે છે અને કોઇપણ પ્રકારની ગંભીર સ્થિતિનો પહોચી વળવા સક્ષમ છે અને કોઇપણ કટોકટીના સમયે લોકો સાથે સૌથી પહેલા હોઇએ છીએ અને હંમેશા સાથે રહેશું એજ અમારો હેતું છે.
આ તકે ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેકટર ફાધર જોમોન થોમ્મનાએ જણાવ્યું કે ગુજરાત રાજયની સરકાર તથા સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા માટે મદદરુપ નિવળવા તથા કોવિડ-૧૯ નો મહામારી સામેની લડત લડવા માટે નિષ્ણાંત ડોકટરોની ટીમ તથા પેરામેડિકલ સ્ટાફ ઉભા પગે સેવા આપવા તત્પરછે તથા સૌરાષ્ટ્ર તથા કચ્છનો અને દેશની તમામ જનતાને ઘરે રહી આ મહામારીને રોકવા સાથ આપવા માટે અપીલ કરી છે.