રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ દ્વારા એનએબીએચ સર્ટીફીકેટ અપાયું
રાષ્ટ્રીય લેવરનું ઉચ્ચ કક્ષાનુ સર્ટિફિકેશન ક્રાઇસ્ટ હોસ્પિટલને પેહલા જ નિરીક્ષણમા પ્રાપ્ત થયું છે. એનએબીએચ સર્ટિફિકેટ કોઇ પણ હોસ્પિટલ જે સર્વ શ્રેષ્ઠ મેડિકલ કેર અને પેશન્ટ કેર પુરી પાડતું હોઇ તેને પ્રાપ્ત થાય છે. ક્રાઇસ્ટ હોસ્પિટલ છેલ્લા આઠ વર્ષથી મેડિકલક્ષેત્રમા આગળ રહ્યું છે. અને હંમેશા અનુકુળ ભાવે શ્રેષ્ઠ મેડિકલ સારવાર પુરી પાડતું આવ્યું છે. આ મેહનત ના ફળ રૂપે ક્રાઇસ્ટ હોસ્પિટલ હવેથી એનએબીએચ સર્ટિફાઇડ હોસ્પિટલ બની છે. અભયભાઇ ભારદ્વાજ દ્વારા ક્રાઇસ્ટ હોસ્પિટલને આ વિશિષ્ટ સર્ટિફિકેશન અર્પણ કરવામાં આવ્યું.
તેમણે જણાવેલ કે ક્રાઇસ્ટ હોસ્પિટલ મેડિકલ ક્ષેત્રે ખુબ જ ઉતમ કાર્ય કરી રહ્યું છે અને ડોકટરો અને મેનેજમેન્ટ દ્વારા ખુબ જ પ્રશંસનીય કામ થઇ રહ્યું છે.
આ પ્રસંગે ક્રાઇસ્ટ હોસ્પિટલના ચેરમેન બિશપ જોસ, ક્રાઇસ્ટ હોસ્પિટલના ડીરેકટર ફાથર જોમોન, આસિસ્ટન્ટ ડિરેકટર ફાથર નીધીશ, મેનેજમેન્ટ ટીમના ડો. જીતેન કકકડ તેમજ ચીફ સેક્રેટરી બાલાજી નાયર તેમજ સર્વ ડોકટરના કામ ગિરિ વખાણી તેમનું મનોબળ વઘાર્યુ હતું. તેઓ સાથે આ પ્રસંગે રાજકોટના અગ્રણી એડવોકેટ સ્તવનભાઇ મેહતા પણ ઉપસ્થિતિ રહ્યા હતા. અને તેમને પણ હોસ્પિટલના મેનેજમેન્ટની કામગીરી વખાણી પ્રોત્સાહન આપ્યું હતું.
હજુ આ શરૂઆત છે, આવનાર સમયમાં વધુ પ્રતિષ્ઠીત સ્થાન મેળવશું: ડીરેકટર ફાધર જોમોન
આજના શુભ પ્રસંગે ક્રાઇસ્ટ હોસ્પિટલના ડીરેકટરએ કહ્યું છે કે ક્રાઇસ્ટ હોસ્પિટલ હંમેશા લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકટચર અને અત્યાધુનિક મેડિકલ સર્વિસ પુરી પાડતી આવી છે. તેમને કહ્યું કે આ માત્ર શરૂઆત છે અને આવનાર સમયમા ક્રાઇસ્ટ હોસ્પિટલ મેડિકલ કેર અને મેડિકલ એડયુકેશનના ક્ષેત્રમા એક ઉચ્ચ અને પ્રતિષ્ઠીત સ્થાન બનાવશે અને હંમેશા જરૂર પડયે ભારત તથા ગુજરાત સરકારની સાથે મળી અવિરત રીતે લોકોને મેડિકલ સેવા પૂરી પાડતી રહેશે. તેઓ જણાવે છે કે કોઇ પણ સમયે લોકો તેમના ના સાચા સ્વાસ્થ્ય માટે ક્રાઇસ્ટ હોસ્પિટલ પર આધારિત રહી શકે છે.