ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ દ્વારા આજે પોતાના 10માં વર્ષ પ્રવેશે યોજાયેલા સમારોહમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ હોસ્પિટલ આગામી સમયમાં મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં વિચારણા કરી રહી છે.
છેલ્લા નવ વર્ષથી અવિરત રૂપે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે મેડીકલ ક્ષેત્રે રાતદિવસ સેવા પુરી પાડી રહી છે અને આ નવ નવર્ષમાં લાખો લોકો આ હોસ્પિટલની સેવાનો લાભ લીધેલ છે. અને નવું જીવન દાન મેળવ્યું છે. એ ક્રાઇસ્ટ હોસ્પિટલ આજ રોજ 10માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ શુભ અવસર પર રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા એવી ભેટ આપવામાં આવી છે જે આવનારા ભવિષ્યમાં લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે આ શુભ દિવસે ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા લોકો માટે એક ઓકિસજન ઉત્પાદન પ્લાન્ટનો સ્થાપના કરવામાં આવી છે. આ ઓકિસજન પ્લાન્ટના શુભારંભ રાજકોટ જીલ્લાના કલેકટર રેમ્યા મોહન દ્વારા તેમજ રાજકોટ જીલ્લાના રેસિડેન્ટ એડિશ્નલ કલેકટર પરિમલ પંડયા દ્વારા કરવામાં આવી છે.
10માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે હોસ્પિટલની સુવિધામાં વધુ એક યશકલગી ઉમેરાય
જીલ્લા કલેકટર રેમ્યા મોહન અને અધિક કલેકટર પરિમલ પંડયાના હસ્તે ઉદઘાટન: હોસ્પિટલના ચેરમેન બિશપ જોસ ચિટ્ટુપરમ્બિલ અને ચીફ મેનેજીંગ
ટ્રસ્ટી ફાધર જોમોન થોમાના ફાધર થોમસ મેથેયુ તથા કેની થોમસની પ્રેરક ઉપસ્થિતિ
તેઓના જણાવ્યા મુજબ ક્રાઇસ્ટ હોસ્પિટલ છેલ્લા નવ વર્ષથી મેડીકલ ક્ષેત્રે ખુબ જ વિશેષ સેવાઓ પુરી પાડી રહી છે અને ક્રાઇસ્ટ હોસ્પિટલ ગુજરાતમાં સૌપ્રથમ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર થયેલ હતી અને છેલ્લા બે વર્ષમાં કઇ હોસ્પિટલએ ફિટિકલ કેર માં એક ખુબ જ આગળ પડતું નામ ધારણ કર્યુ છે અને હવે આ ઓકિસજન પ્લાન્ટની સ્થાપના થવાથી લોકોએ ઓકિસજન માટે કયારેય પણ ઇમજન્સી દોડાદોડી કરવી પડેશે નહીં અને રાજકોટ જીલ્લા તંત્ર પણ હોસ્પિટલના આ નિર્ણયને ખુબ જ દિલથી આવકારે છે તેઓના કહેવા અનુસાર ક્રાઇસ્ટ હોસ્પિટલ એવી એક એક એન એ બી એચ હોસ્પિટલ છે જે સમાજના તમામ લોકો માટે ખુબ જ મહત્તમ દરે આધુનિક મેડીકલ સારવાર પુરી પાડે છે.
ક્રાઇસ્ટ હોસ્પિટલ છેલ્લા નવ વર્ષથી તમામ સ્પેશિયાલીટી વિભાગ કાર્યરત છે સમયની જરુરીયાત પ્રમાણે જયારે જયારે પણ કોઇપણ નવા પ્રકારના મેડીકલ ડિપાર્ટમેન્ટની જરુરીયાત પડી છે ત્યારે તે ક્રાઇસ્ટ હોસ્પિટલએ સંકોચ વગર ચાલુ કરેલી છે. અત્યારે ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે ઓથોપેડીક મેડીસીન ઇમજન્સી વિભાગ, લપ્રોસકોપી સર્જરી વિભાગ, જનરલ સર્જરી વિભાગ, હ્રદય રોગ વિભાગ, હ્રદય રોગની સર્જરીનો વિભાગ,ન્યુરો સર્જરી વિભાગ, દાંતનો વિભાગ, કસરતનો વિભાગ, રેડિયોલોજીનોવિભાગ, સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ, લેબોરેટરીનો વિભાગ, ચામડીના રોગોનો વિભાગ, યુરોલોજી વિભાગ, કિડનીના રોગનો વિભાગ, આંખનો વિભાગ, અને અન્ય સુપર સ્પેશ્યાલીટી તથા સ્પેશિલીટી વિભાગો કાર્યરત છે. થોડા સમય પહેલા જ ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે ડાયાબીટીઝના દર્દીઓ માટે સ્પેશિયલ આધુનિક ડાયાબીટીસ વિભાગ પણ કાર્યરત કરવામાં આવ્યો છે જે એન્ડોકાઇ નોલોજીસ્ટ ડોકટરની દેખરેખ હેઠળ સંભળાય છે. આવનારા સમયમાં પણ ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે ખુબ જ ઉપયોગી સુપર સ્પેશિયાલીટી વિભાગ જેમ કે કેન્સર નો વિભાગ, બેરિયાટીક સર્જરી વિભાગ વગેરે કાર્યરત કરવામાં આવશે.
આના સિવાય ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે અલગ અલગ ચાર ઇન્દ્રેન્સિવ કેર યુનિટ છે જેમાં મેડીકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ, હ્રદય રોગના દર્દી માટે અલગથી ઇન્ટેન્સિવ કેર યુનિટ હ્રદયની સર્જરીના દર્દી માટે ઇન્ટેન્સીવ કેર યુનિટ બાળકો માટે નિયોનેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટનો સમાવેશ થાય છે. આના સિવાય વાત કરીએ કો કરાય હોસ્પિટલમાં ચાર આધુનિક મોડયુલર ઓપરેશન થિયેટર પણ છે. ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સીટી સ્કેનની તથા લેબોરેટરીની તમામ જાતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ બધી સુવિધાઓ ના લીધે કોઇ પણ દર્દીએ કોઇપણ જાતના રીપોર્ટ કરાવવા માટે એકથી બીજી જગ્યા જવાની જરુર રહેતી નથી અને તમામ જાતના રિપોર્ટ તથા સારવાર હોસ્પિટલ ખાતે જ ઉપલબ્ધ છે.
ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા માત્ર મેડીકલ ક્ષેત્રની સારવારમાં જ નહી પરંતુ મેડીકલ ક્ષેત્રના અભ્યાસમાં પણ ઘણું યોગદાન આપેલ છે. ક્રાઇસ્ટ હોસ્ટિપલ દ્વારા ક્રાઇસ્ટ હેલ્થ કેર એકેડમી ચાલે છે જેમાં સરકાર માન્ય બી એસ એસ અભ્યાસના કોર્સસ પણ ચાલુ છે અને નસીંગ ના છાત્રો માટે ક્રાઇસ્ટ કોલેજ ઓફ નસીંગ પણ કાર્યરત છે. આવનારા સમયમાં ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા બીજા પેરામેઠછીકલ કોર્સ પણ અભ્યાસક્રમો ચાલુ કરવામાં આવશે તેમ જ નજીકના ભવિષ્યમાં મેડીકલ કોલેજ સ્થાપિત કરવાનો પણ પ્રયાસ કરશે.
આ શુભ પ્રસંગે ક્રાઇસ્ટ હોસ્પિટલના ચેરમેન બિશપ જોસ ચિદુંપરૂમ્બિલ તથા ચીફ મેનેજર ટ્રસ્ટી ફાધર જોમોન થોમાના ફાધર થોમસ મેથેયુ તથા કેની થોમસ પણ ઉપસ્થિત રહ્યા હતા. ક્રાઇસ્ટ હોસ્ટિપલના ડાયરેકટર ફાધર થોમસ અને નોડલ મેનેજર ડોકટર જીતેન કકકડ પણ શુભ અવસર પણ લોકોને સંદેશ આપવા ઇચ્છે છે કે અત્યારે જયારે આપણે કોરોનાની બે લહેરનો ખુબ જ ભયાનક અનુભવ કરી ચુકયા છીએ ત્યારે ત્રીજી લહેરથી બચવા માટે સરકારની ગાઇડ લાઇન પ્રમાણે તમામ લોકોને ફરજીયાત પોતાના માટે વેકસીન મુકવી જોઇએ અને સરકારના તમામ નિયમોનું પાલન કરવું જોઇએ.
અબતકની શુભેચ્છા મૂલાકાતમાં ક્રાઈસ્ટની સિધ્ધીઓ વર્ણવતા ફાધર થોમસ
ફાધર થોમસ એન.એ. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લઈને ક્રાઈસ્ટના 10માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે થનારા સેવા કાર્યની વિગતો આપી હતી.આ વેળાએ તેઓએ ક્રાઈસ્ટની સિધ્ધીઓ પણ વર્ણવી હતી.
આવતા દિવસોમાં પણ હોસ્પિટલ રાહત દરે સેવા કરવા ઈચ્છે છે: ડોક્ટર જીતેન્દ્ર કક્કડ
ડોક્ટર જીતેન્દ્ર કક્કડ અબતક સાથેની ખાસ વાતચીતમાં લોકોને સેક્ધડ વેવ પછી સાવચેતી રાખવાની અપીલ કરે છે. થર્ડ વેવ આવવાની શક્યતા છે ત્યારે અનલોક ની પ્રક્રિયા માં લોકોએ સેનેટાઈઝેશન માસિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન ફરજિયાત પણે કરવું જરૂરી છે. ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ની સાથો સાથ ન્યુરો ડિપાર્ટમેન્ટ પણ લાવવામાં આવ્યું છે. માટે હવેથી ન્યુરોસર્જરી પણ અહી ઉપલબ્ધ છે.
ક્રાઇસ્ટ હોસ્પિટલ એક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ છે જે ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે માટે અહીં લોકોને ટ્રસ્ટ રેટ પર કોર્પોરેટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તયારે ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ બિલમાં ઘણી રાહત જોવા મળતી હોય છે. નવુ વર્ષ પૂર્ણ કર્યા બાદ હોસ્પિટલ દસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ની સાથે આવતા દિવસોમાં મીનીમમ ચાર્જીસમાં પ્રીમિયમ સર્વિસ આપવા સજ્જ છે. ત્રીજી લહેર માટે હોસ્પિટલની પૂરી તૈયારી છે ત્યારે બીજી લહેર જેટલી ઘાતક ત્રીજી લહેર સાબિત નહીં જ થાય માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર: ફાધર થોમસ
ક્રાઇસ્ટ હોસ્પીટલ ના ફાધર થોમસ અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે નવ વર્ષ પૂર્ણ કર્યા બાદ દસમાં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે આવતા દિવસોમાં લોકોને સારામાં સારી ટ્રીટમેન્ટ રાહત દરે આપવા ઈચ્છે છે ત્યારે હોસ્પિટલ લોકોને વેલનેસ માટે જાગૃત કરવા સજ્જ છે કારણકે “પ્રિવેન્શન ઇસ બેટર ધેન ક્યોર” ના સૂત્ર ની સાથે જ લોકો ને અપીલ કરે છે કે લોકોને ફૂલ બોડી ચેક-અપ સમયાંતરે કરાવવું જોઈએ બીમારી હોય કે ના હોય!