હોસ્પિટલના ડાયરેકટર થોમાન્નાએ દર્દીઓ-ડોકટરોનો આભાર માન્યા
ક્રાઈસ્ટ હોસ્પિટલે સ્વાસ્થ્યના સેવામાં ‘સાત’ વર્ષ પૂર્ણ કરતા ક્રાઈસ્ટ હોસ્પિટલ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ શુભ દિવસે હોસ્પિટલના ડાયરેકટર ફા.જોમોન થોમાન્નાના હસ્તે દિપ પ્રાગ્ટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત ફા.જોમોન થોમાન્નાએ જણાવ્યા પ્રમાણે સફળતાના 7 વર્ષ દરમિયાન હોસ્પિટલમાં આવનાર દર્દીઓનો આભાર વ્યકત કર્યો હતો. સાથે હોસ્પિટલને હંમેશા સાથ સહકાર આપનાર દરેક સરકારી બિનસરકારી સંસ્થાઓ અને સૌરાષ્ટ્ર તથા કચ્છના દરેક ડોકટરોનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આવાજ સાથ સહકારની આશા વ્યકત કરી હતી.
7 વર્ષમાં લાખો દર્દીઓએ હેલ્થકેર સેવાનો લાભ લીધો, 882 થી વધુ હૃદય રોગના સફળ ઓપરેશનો, 7 વર્ષમાં 235 થી વધુ ગામડાઓમાં ફી મેડિકલ કેમ્પ કર્યા, 7 વર્ષમાં 208 થી વધુ રાજકોટ શહેરમાં ફ્રી મેડિકલ કેમ્પ કર્યા, છેલ્લા 7 વર્ષોથી દર બુધવારે ફ્રિ ઓપીની સેવાઓ આપી હતી. છેલ્લા 7 વર્ષથી કાર્યરત સ્પેશીયાલીટી વિભાગોમાં મેડિસીન વિભાગ, નવજાત શીશુ તથા બાળરોગ વિભાગ, હાડકાના રોગોનો વિભાગ, સ્ત્રીરોગ વિભાગ, જનરલ સર્જરી તથા લેપરોસ્કોપી સર્જરી વિભાગ, દાંતના રોગોનો વિભાગ, ચામડીના રોગોનો વિભાગ તથા સુપર સ્પેશીયાલીટી વિભાગોમાં કાર્ડીયોલોજી વિભાગ, કાર્ડીયાથોરાસીક સર્જરી વિભાગ, ન્યુરો સર્જરી વિભાગ, જોઈન્ટ રીપ્લેસમેન્ટ વિભાગ, યુરોલોજી વિભાગો અવિરત સેવામાં કાર્યરત છે તથા અન્ય નવા વિભાગો નજીકના ભવિષ્યમાં કાર્યરત કરવામાં આવશે.